Gujarati News

Gujarati News

News of Tuesday, 16th March 2021

કલ્યાણપુર તાલુકાના હરિપર ગામે ઝાપામાં આવેલ હોટેલમાં ગેસનો બાટલો ફાટયો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૧૬: કલ્યાણપુરમાં હરીપરમાં ચા પાનની દુકાનમાં ગેસનો બાટલો ફાટતા અફડા તફડી મચી ગઇ હતી. ગેસનો બાટલો ફાટતા ચા ની દુકાન તેમજ બાજુમાં આવેલ એગ્રોની દુકાનમાં પણ આગ ભભુકી  ઉઠતા બધુ બળીને ખાક થઇ ગયુ હતુ. હસુભાઇ જેઠાભાઇ સોનાગરા નામના વ્યકિતની દુકાનમાં ગેસનો બાટલો ફાટતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. ચા બનાવતી વખતે ગેસના બાટલામાં આગ લાગતા ચાર વ્યકિતઓ સામાન્ય દાજયા હોઇ હોસ્પિટલમાં ખસેડાયા છે. સ્થાનિકોએ સાથે મળી પાણી દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો હતો. બંને દુકાનમાં આગ લાગતા અંદાજીત પ લાખનું નુકસાન થયાનો અંદાજ છે.

(1:24 pm IST)