Gujarati News

Gujarati News

News of Tuesday, 16th March 2021

જુનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ ઉપક્રમે

મેંદપરામાં સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લેતા ૩૦૦થી વધારે દર્દીઓ

જૂનાગઢ,તા.૧૬ : જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ અને સમસ્ત મેંદપરા ગ્રામજનોના ઉપક્રમે ભેંસાણ તાલુકાના મેંદપરા ગામ ખાતે વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં વિવિધ રોગોના નિષ્ણાંત તબીબોએ દર્દીઓનું નિદાન કરીને સંસ્થા તરફથી દવાઓ પણ વિનામુલ્યે આપવામાં આવી હતી. આ કેમ્પમાં ૩૦૦થી વધારે દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પના માર્ગદર્શક સમુહલગ્ન પ્રણેતા હરસુખમાઈ વઘાસિયાએ જણાવ્યું હતું કે મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે સમાજ શારીરિક રીતે તંદુરસ્ત હોવો જરૂરી છે. ગામડાના ગરીબ દર્દીઓને ઘર આંગણે સારી મેંડેકલ સુવિધા મળી રહે તેવા આશયથી આવા કેમ્પના આયોજનો થઈ રહ્યા છે.

 મેંદપરાના બસસ્ટેન્ડ પાસે આવેલી પ્રાથમિક શાળા ખાતે તા.૧૪ માર્ચને રવિવારે સવારે ૯થી બપોરે ર વાગ્યા સુધી યોજાયેલા આ કેમ્પનો પ્રારંભ ભેસાણ ગામના સરપંચ અને લેઉવા પટેલ સમાજના યુવા અગ્રણી ભુપતભાઈ ભાયાણી, ભેસાણ તાલુકા પંચાયતના સભ્ય અને મૅંદપરાના ઉપસરપંચ નંદલાલભાઈ સાવલીયા, બ્રહ્મ સમાજના મહિલા અગ્રણી શિતલબેન જોશી, જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ પ્રવિણભાઈ વાઘેલા, મેંદપરા ગૌશાળાના પ્રમુખ વિજયભાઈ માલવીયા, જૂનાગઢના મ્યુ.કોર્પોરેટર ધર્મેન્દ્રભાઈ પોશીયા, પૂર્વ કોર્પોરેટર યોગેશમાઈ પાનસુરીયા, જૂનાગઢ શહેર યુવા ભાજપ મંત્રી હાર્દિકમાઈ વડાલીયા, જૂનાગઢ શહેર ભાજપ વોર્ડ નં.૬ના મહામંત્રી મહેશભાઈ, ભેંસાણ લઘુમતી મોરચાના પ્રમુખ ભીખુભાઈ હોથી, ભેસાણ તાલુકા ભાજપ મંત્રી કલ્પેશભાઈ કંડોરીયા, ભેસાણ તાલુકા ભાજપ અગ્રણી મોહનભાઈ પીપળીયા, મેંદપરાના સરપંચ તેયબભાઈ હોથી વગેરેના હસ્તે કરાયો હતો.

જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળના આ સેવાકીય કાર્યને બિરદાવતા ભેસાણ તાલુકાના યુવા અગ્રણી ભુપતભાઈ ભાયાણીએ જણાવ્યું હતું કે, હરસુખભાઈ વઘાસિયા અને તેમની ટીમ આજના યુવાનો માટે પ્રેરણાસ્રોત છે. યુવાનો પોતાની શકિતનો સર્જનાત્મકતા માટે ઉપયોગ કરે તો કેવા સારા પરિણામો આવી શકે છે, તેવો જીવતો-જાગતો દાખલો જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ છે. જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળના પ્રમુખ પ્રિતિબેન બી. વઘાસિયાએ જણાવ્યું હતું કે, નાના-માણસો અને મધ્યમ વર્ગના લોકો માટે ઉપયોગી થાય અને શહેર સુધી ધક્કા ખાઈને ખોટા ખર્ચ ન કરવા પડે તે માટે આ કેમ્પનું આયોજન કરાયું છે.

આ કેમ્પમાં એમડી ડો.ભરત ઝાલાવાડિયા, સ્રી રોગના નિષ્ણાંત ડો.નેનેશ ઝાલાવાડિયા, પેટ અને હાડકાના નિષ્ણાંત ડો.મિનેશ સિંધલ અને ડો.કેશુર વરૂ, ચામડીના ડો.જનક પટેલ; હાડકાના ડો. પ્રતિક ગોહેલ, કાન, તાક, ગળાના ડો.વત્સલ ગોંડલીયા, મેડિકલ ઓફિસર ડો.મુસ્તકા મહિડા અને ડો.ભાવેશ મકવાણા તથા ફાર્માસિસ્ટ વિવેક રાબડીયા અને પ્રતિક ઝાલાવાડિયાએ સેવાઓ આપી હતી.

(12:28 pm IST)