Gujarati News

Gujarati News

News of Tuesday, 16th March 2021

શાપરના દિપક જેઠવા પર રાજકોટમાં મામાજી, સાસુ સહિતે ધોલધપાટ કરી

રિસામણે બેઠેલી પત્નિ સાથે ચડભડ થયા બાદ ડખ્ખો

રાજકોટ તા. ૧૬: શાપર વેરાવળ રહેતાં અને ખાનગી કંપનીમાં નોકરી કરતાં દિપક જેસીંગભાઇ જેઠવા (ઉ.વ.૨૭)ને તે કામ સબબ ગત સાંજે રાજકોટ આવ્યો હોઇ ફુલછાબ ચોકમાં ચા પીવા ઉભો હતો તેના મામાજી અજયભાઇ, સાસુ તનુબેન અને બીજા બે મહિલાએ માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ચોકીના સ્ટાફે પ્ર.નગરમાં જાણ કરી હતી.

દિપકે જણાવ્યું હતું કે તેની પત્નિ ભાવીની હાલ માવતરે રહે છે. તે અચાનક ફુલછાબ ચોકમાં મળી જતાં તેની સાથે ચડભડ થતાં તેણીએ પોતાના સગા સંબંધીને બોલાવ્યા હતાં અને પોતાને મારકુટ કરવામાં આવી હતી. આક્ષેપો અંગે પોલીસ તપાસ કરે છે.

(12:18 pm IST)