Gujarati News

Gujarati News

News of Tuesday, 16th March 2021

વાંકાનેર પાલિકા પ્રમુખપદે જીતુભાઈ સોમાણી વિરોધી ગ્રુપના રીટાબા રાઠોડ, ઉપપ્રમુખપદે જયશ્રીબેન સુરેલા ?

જીતુભાઈ સામે ભાજપ હાઈકમાન્ડ આકરા પગલા ભરે તેવી ચર્ચા

રાજકોટ, તા. ૧૬ :. વાંકાનેર પાલિકાના પ્રમુખ સહિતના હોદેદારોની ચૂંટણી માટે ભારે રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે ત્યારે વાંકાનેર જીતુભાઈ સોમાણી વિરોધી ગ્રુપના રીટાબા ગજેન્દ્રસિંહ રાઠોડનું પ્રમુખપદે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નામ નક્કી કર્યાનું જાણવા મળ્યુ છે.

જ્યારે ઉપપ્રમુખપદે જયશ્રીબેન ભરતભાઈ સુરેલાનું નામ જાહેર થયુ છે. બપોરે ૩ વાગ્યે સત્તાવાર જાહેરાત થશે ત્યારે ભાજપ હાઈકમાન્ડ જીતુભાઈ સોમાણી સામે આકરા પગલા ભરે તેવી ચર્ચા પણ થઈ રહી છે.

આ અંગે જીતુભાઈ સોમાણીએ અકિલાને જણાવ્યુ હતુ કે, અમે ભાજપ સાથે જ છીએ. જે સભ્યોએ રાજીનામા આપ્યા છે તેમનો સંપર્ક થતો નથી, પરંતુ તેઓને મનાવવા માટેના પ્રયાસો ચાલુ છે.

આ અંગે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયાનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓનો મોબાઈલ નો-રીપ્લાય થયો હતો.

(12:16 pm IST)