Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

લખતરના બાબાજીપરામાં નર્મદા કેનાલમાં ડુબી જવાથી મહિલાનું મોત : કૌટુંબિક ભાઇ - બહેન લાપતા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૬ : સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદાની કે મુખ્ય માઈનોર કેનાલમાં ડુબી જવાના બનાવો વધી રહ્યાં છેત્યારે લખતર તાલુકાના હૈબતપર અને બાબાજીપરા ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં એક મહિલા સહિત ત્રણ વ્યકિતઓ ડુબી જતાં દોડધામ મચી જવા પામી હતી. જે પૈકી એક મહિલાને બચાવી લેવામાં આવી હતી. જયારે ડુબેલ અન્ય યુવક યુવતિની બીજે દિવસે પણ શોધખોળ હાથધરવામાં આવી હતી.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી મજુરી કરવા આવેલ ત્રણ કામદારો હૈબતપર અને બાબાજીપરા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં અકસ્માતે પડી જતાં દોડધામ મચી જવા પામી હતી.

જેમાં કેનાલમાં ડુબેલ એક આઘેડ વયની મહિલા બહાર નિકળવામાં સફળ રહી હતી પરંતુ અન્ય એક યુવક અને યુવતિ કેનાલના ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં.

જે અંગેની જાણ આસપાસના લોકોને થતાં વઢવાણ અને સુરેન્દ્રનગર ફાયર ફાયટર ટીમને જાણ કરવામાં આવતાં ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથધરી હતી. પરંતુ સાંજનો સમય અને અંધારૂ થઈ જતાં શોધખોળ થઈ શકી નહોતી આથી બીજે દિવસે સવારથી ફાયર ફાયટરની ટીમોએ યુવક અને યુવતિની લાશને શોધવા ઓપરેશન હાથધર્યું હતું.ઙ્ગ

પરંતુ મોડીસાંજઙ્ગ સુધી બંન્ને યુવક - યુવતિની લાશ મળી આવી નહોતી જયારે પ્રાથમિક તપાસમાં બંન્ને યુવક અને યુવતિ કૌટુંમ્બિક ભાઈ-બહેન થાય છે. અને લોકોના જણાવ્યા મુજબ યુવતિ સૌપ્રથમ કેનાલમાં પાણી ભરવા ઉતરતી હતી અને અચાનક પગ લપસતાં ડુબવા લાગી હતી અને તેને બચાવવા કૌટુમ્બિક ભાઈ કેનાલમાં પડયો હતો પંતુ તે પણ પાણીમાં ગરકાવ ઈ જતા બહાર ઉભલ આધેડ વયની મહિલા અંદર પડી હતી. જેને સદ્દનસીબે યુવક-યુવતિની લાશની શોધખોળ હાથધરી હતી.ઙ્ગતેમજ ડુબેલ યુવકનું નામ નનુભાઈ ભલાભાઈ અને યુવતિનું નામ હેતલબેન કરશનભાઈ હોવાનું બહાર આવ્યું હતું. આ જયારે લખાઈ રહ્યું છે ત્યારે હજુ પણ બંન્ને યુવક અને યુવતીની શોધખોળ ચાલુ છે.

(3:38 pm IST)