Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

નાગરિકો પણ જાહેર - સામુહિક - સામાજીક મેળાવડાથી દૂર રહે ! સોમનાથ કલે. અજય પ્રકાશ

પ્રભાસ પાટણઃ  હાલમાં નોવેલ કોરોના વાયરસ કે જેને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. કોરોના વાયરસનો ફેલાવો શ્વાસોશ્વાસ દ્વારા સીધા સંપર્કથી થતો હોય છે. હાલમાં દેશમાં પ્રવર્તી રહેલી કોરોના વાયરસ ની પરિસ્થિતિ ધ્યાને લેતા રાજયમાં કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે માટે ભારત સરકારશ્રી તરફથી સમયાંતરે મળેલ સૂચનાઓ ધ્યાને લઇ તકેદારીના ગીર સોમનાથ જિલ્લામાં કોઈ એક જગ્યા પર લાંબા સમય માટે વધુ માણસો ભેગા ન થાય તે હેતુસર તાત્કાલિક અસરથી ગીર-સોમનાથ જિલ્લાની તમામ સરકારી, અર્ધસરકારી, સંસ્થાઓ દ્વારા યોજાતા વર્કશોપ/ સેમિનાર/ કોન્ફરન્સ ૩૧ માર્ચ સુધી મોકુફ રાખવા અને કોરોના વાયરસ સામે સાવધાની રાખવા ગીર સોમનાથના જીલ્લા કલેકટર શ્રી અજય પ્રકાશે પત્રકારો સમક્ષ અપીલ કરી હતી. નાગરિકોએ પણ આ સમય દરમિયાન તકેદારીના ભાગરૂપે ઙ્ગસામૂહિક, સામાજિક મેળાવડા ઓના પ્રસંગો મોકુફ રાખવા જિલ્લા કલેકટર તંત્ર દ્વારા અપીલ કરવામાં આવેલ છે. ગીર ઙ્ગસોમનાથ જિલ્લામાં ઙ્ગફેસમાસ્ક અને એને હેન્ડ સેનેટાઈઝર હોલસેલર રિટેલર દ્વારા કોઈ ભાવ વધારો ના કરે અને સામાન્ય નાગરિકોને વ્યાજબી ભાવે મળી રહે તે માટે ચીફ ઓફિસર મામલતદારશ્રીઓને સુચના આપવામાં આવી છે.

(12:02 pm IST)