Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

વાંકાનેર સીટી પોલીસે જામગરી બંદૂક સાથે હારુન જુનેજાને ઝડપ્યો

રાતીદેવળીથી પંચાસીયા જતા રોડ પરથી ઝડપી લેવાયો

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે હાથ બનાવટની જામગરી બંદુક સાથે એકને ઝડપી લેવાયો છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે પોલીસે આરોપી હારૂન અબ્દુલ જુનેજા (ઉ.વ.૪૦) (રહે ચંદ્રપુર વાળા ) ને રાતીદેવળીથી પંચાસીયા જતા રોડ પરથી ઝડપી લઈને તેની પાસેથી હાથ બનાવટની જામગરી બંદુક કીમત રૂ ૨૦૦૦ જપ્ત કરી આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

(11:55 pm IST)