Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

ઉનામાં કોન્ટ્રાકટ પાસે ૧ કરોડની ખંડણી માંગનાર એક ઝડપાયો : અન્ય ચારની શોધખોળ

ઉના, તા. ૧૬ : કોન્ટ્રાકટ પાસે ૧ કરોડની ખંડણી માંગનાર રવિ દેવચંદ બામણીયાને પોલીસે પકડી પાડયો છે. જયારે અનીશ તથા ૪ અજાણ્યા શખ્સોની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

ઉનામાં નિવૃત લોહાણા ઇજનેર તથા કોન્ટ્રાકટરનો ધંધો કરતા દિલીપભાઇ નાગરદાસ ગઢીયા રે. ઉના  દયાનંદ સોસાયટી વાળાને ગીરગઢડા રોડ ઉપર ગોલ્ડન સીટી પાસે ઉનાના રવિ દેવચંદ બાભણીયા તથા અનીશ ત્થા અજાણ્યા ચાર શખ્સોએ ખંડણી ઉધરાવવાના ઇરાદે સ્કોપીયો મોટરમાં અપહરણ કરી ૧ કરોડની ખંડણી ન આપે તો તેની પત્ની અને દિકરીને મારી નાખશું તેમ કહી છરી તથા લોખંડનો પાઇપ બતાવી અપહરણ કરી લઇ ગયા અને તેમને રસ્તા વચ્ચે ઉતારી નાસી ગયા હતા. ઉના પોલીસ સ્ટેશનમાં દીલીપ નાગરદાસ ગઢીયાએ રવિ દેવચંદ બાભણીયા તથા અશીન તથા ૪ અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધતા અપહરણ ફરીયાદ નોંધી હતી.(૮.૮)

(3:46 pm IST)