Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

ઓખામાં ખ્રિસ્તી સમાજની શાંતિનગર યાત્રા યોજાઇ

ઓખા ગામે હાઇસ્કૂલ રોડ પર ભગવાન ઇસુનું ચર્ચ મંદિર આવેલ છે. અહીં વર્ષોથી ખ્રિસ્તી ધર્મના લોકો દ્વારા ભગવાન ઇસુ સાથે માતા મરીયમની પૂજા અર્ચના કરવામાં આવે છે. અહીં આ ચર્ચમાં નાના બાળકો માટે પ્લેહાઉસ પણ ચલાવવામાં આવે છે.  દર રવિવારે ચર્ચથી ગામના જાહેર રસ્તાઓ પર માતા મરીયમની શાંતિ શોભા યાત્રા કાઢવામાં આવે છે. માતા મરીયમનો શુભ સન્ડે (રવિવાર) ઉત્સવની ઉજવણીના ભાગરૂપે માતા મરીયમની શાંતિ નગર યાત્રામાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા. અહીં ખ્રિસ્તી સમાજના ધર્મગુરૂઓ દ્વારા વિશ્વ શાંતિ, પ્રેમ અને કરૂણાની પ્રાર્થના સાથે શિસ્તબંધ લોકો આ યાત્રામાં જોડાયા હતા. ત્યાર બાદ ચર્ચમાં ધર્મ સભામાં તમામ લોકો જોડાયા હતા. જેમાં ફાધરે માતા મરીયમના જીવન ચરીત્રનો બોધપાઠ આપ્યો હતો. (૮.૧૧)

(2:49 pm IST)