Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

ઓખા પ્રાથમીક શાળા નં. ૧ માં પેરેન્ટસ ડેઃ બાળકોએ માં બાપની આરતી ઉતારી વંદના કરી

ઓખા ગાંધીનગરી ભુંગા વિસ્તારમાં આવેલી પ્રાથમીક શાળા નં. ૧ માં ધો.૧ થી આઠમાં પપ૦ં જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અહી અભ્યાસ સાથે બાળકોમાં ટેલેન્ટ વધે તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. આજ રોજ વેલેન્ટાઇન દિવસે પેરેન્ટસ ડેની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. વોટસેપના આ જમાનામાં બાળકો મા-બાપ વડીલોના આદર કરતા થાય તથા વડીલોને સન્માન આપતા થાય તેવા હેતુથી પેરેન્ટસ ડે દિવસ તરીકે યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં બાળકો એ સ્વાગત ગીત, માતા-પિતાને લગતા વિવિધ ગીત નૃત્યો, અભીનથી સર્વ મંત્ર મુગ્ધ કર્યા હતા. તેમાંયે વિદ્યાર્થીની અનીષાએ માતા-પિતા વિષેની સ્પીચ તથા ધો.૬ ના વિદ્યાર્થી હિરેન સવાણીનો બાગબાન ફિલ્મનો ડાયલોગથી શાળાના મેદાનમાં ઉપસ્થિત સર્વેને  પ્રભાવીત કર્યા હતા. ઉપરાંત શાળાના શિક્ષીકા શ્રી મયુરીબેન ટંડેલની માબાપ વિશેની સ્પીચ આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહયું હતું. આ ઉપરાંત શાળા બહારની વિવિધ સ્પર્ધાઓને પરીક્ષાઓમાં ઉર્તીણથયેલ તેમજ જીલ્લા કક્ષા, તાલુકા કક્ષાએ શાળાનું નામ રોશન કરનાર તમામ વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરાયા તથા ઇનામો આપવામાં આવેલ. કાર્યક્રમના અંતે જયારે બાળકોએ પોતાના માતા-પિતાની આરતી ઉતારી તેમની વંદના કરી ચરણસ્પર્શ કર્યા ત્યારે વાલીઓ ભાવવિભોર થયા હતા. આ કાર્યક્રમમાં વેપારી અગ્રણીયશ્રી મનસુખભાઇ બારાઇ, સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળના પ્રમુખ ડો.પુષ્પાબેન સોમૈયા, ઓખા ભાજપ શહેર પ્રમુખશ્રી મોહનભાઇ બારાઇ, હરીહર જીવદયા અન્નક્ષેત્રના પ્રણેતા શ્રી જગદીશભાઇ શાસ્ત્રી, નગર પાલીકા પ્રમુખ શ્રી ચેતનભાઇ માણેક, સદસ્યશ્રી કાન્તીભાઇ ચાવડા, શીશુ મંદિરના ભુતપુર્વ આચાર્યશ્રી રક્ષાબેન, સંધી મુસ્લીમ જમાતના પ્રમુખ રશીકભાઇ ખુરેશી, હુસેની એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના આગેવાન અકબરભાઇ સમા તથા અબ્દુલભાઇ ખુરેશી સાથે વાલીગણ પોતાના બાળકો સાથે ખાસ હાજર રહયા હતા.(૪.૨)

(12:04 pm IST)