Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

ગીરગઢડાના ધોકડવા પાસે બે બાઇક સામ સામે અથડાતા ૨ યુવાનોના મોત

ઉના તા ૧૬ : ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામ પાસે રોડ ઉપર બે મોટર સાયકલ સામ સામે ભટકાતા ર યુવાનોના મોત નીપજયા છે. ૧ ને ગંભીર ઇજા થઇ છે. અકસ્માતમાં લગ્ન નીમીતે મીઠાઇ, ફરસાણ લેવા આવતા ભાઇનું મોત નીપજયું હતું.

ગીરગઢડા તાલુકાના ધોકડવાથી ૧ કિ.મી. દુર નગડીયા ગામે જતા રોડ ઉપર ચીખમ  કુબા ગામના કલ્પેશ ધીરૂભાઇ મકવાણા ઉ.વ. ૨૦ તથા મયુરભાઇ દકાભાઇ ગોહીલ મોટરસાયકલ ઉપર ધોકડવા લગ્નનો સામાન લેવા આવતા હતા ત્યારે એક સામેેથી મોટર સાયકલ ચાલક ચંદ્રેશ ભવાનભાઇ બારૈયા  ઉ.વ.૨૨ રે.  ધોડાવડી,  તા. ગીરગધડા વાળાઅ ેજોરદાર ટક્કર મારતા રોડ ઉપર પડી ગયા હતા. મોટર સાયકલનો ભુકો બોલી ગયેલ. સ્થળ ઉપર કલ્પેશ ધીરૂભાઇ ઉ.વ. ૨૦ તથા ચંદ્રેશ ભવાનભાઇ બારૈયાનું મોત થઇ ગયું હતું.

જયારે મયુરભાઇને ગંભીર ઇજા થતા ૧૦૮ મારફત ઉના દવાખાને લાવેલ છે. ચંદ્રેશભાઇ મુળ ધોડાવાડી ગામના છે. હાલ નવા ઉગધા ગામે રહે છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસ ફરીયાદ નોંધી રહી છે. (૩.૪)

(12:02 pm IST)