Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

ભાવનગરમાં ઘોઘના હોઇદડ અને આસપાસના ૧૨ ગામોમાં જીપીસીએલના વિરોધમાં આત્મવિલોપનની ગ્રામજનોની ચિમકી

ભાવનગરઃ જીલ્લાના ઘોઘા પંથકના જીપીસીએલના માઇનીંગનો ૧૨ ગામના લોકો દ્વારા વિરોધ કરીને આત્મવિલોપનની ચિમકી આપી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ઘોઘા તાલુકાના હોઈદડ તેમજ આજુબાજુના ૧૨ ગામોની જમીન જીપીસીએલ દ્વારા વર્ષ ૧૯૯૭માં સંપાદિત કરવામાં આવેલી જમીનના મુદ્દે હજુ પરિસ્થિતી વણસે તેવી શકયતા છે 45 દિવસનો સમય પૂર્ણ થયા બાદ જીપીસીએલે માઇનિંગની તૈયારી શરૂ કરી તો ગામલોકોએ જીવ દેવાની તૈયારી બતાવી પણ જમીન આપવાનો ઇન્કાર કર્યો છે

હોઇદડ સહિતના આસપાસના 12 ગામના લોકોનો વિરોધ યથાવત છે.જીપીસીએલ દ્વારા જમીન પણ માઈનીંગ કરવા આવતા જે તે સમયે ગામલોકોના વિરોધના કારણે જતું રહેવું પડ્યું હતું, સમયે ગ્રામજનો દ્વારા ભારે વિરોધ કરી ૪૫ દિવસનો સમય આપવા જણાવ્યું હતું. સમય પૂર્ણ થતા જીપીસીએલે માઇનિંગ શરૂ કરવાની તૈયારી કરી તો ફરી એકવખત ગામલોકોએ જાન દેંગે પર જમીન નહિ ના સુત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો.

ગુરૂવારે જીપીસીએલ દ્વારા મસમોટો પોલીસ કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો. ગ્રામજનો ને ડરાવવાનો કંપની દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તમામ ગામના લોકો કોઈપણ સંજોગો માં કોઈપણ પ્રકારના ભયમાં આવ્યા વગર પોતાનો વિરોધ કરશે અને જરૂર પડે આત્મ વિલોપન કરશે તેવી ચિમકી ઉચ્ચારી છે.

(8:33 pm IST)