Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

કુચિયાદડમાં છ ફૂટનો અજગર નીકળ્યો

રાજકોટ નજીકના કુચીયાદડ ગામે વસંતભાઇ ઘેલાભાઇ ડાભીની પીપરવાડીમાં વિશાળ અજગર (ઇન્ડીયન રોક પાયથન)  નીકળ્યો હતો. આ અંગેની જાણ નિવૃત વન અધિકારી વી.ડી.બાલાને કરવામાં આવતા તે સ્નેક કેચર ભાવીન પટેલ અને ઉર્વેશ પટેલને લઇને કુચીયાદડ ગયા હતા. અજગરને પકડીને વન વિભાગની મંજુરી સાથે વાંકાનેર નજીકની રામપરા વીડીમાં ભેજવાળી જગ્યામાં છોડી દેવાયો હતો. વધારે વિગતો માટે વી.ડી.બાલા (મો. ૯૪ર૭પ ૬૩૮૯૮)નો સંપર્ક થઇ શકે છે.

(4:08 pm IST)