Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

૧૭ મોટર સાયકલની ચોરી-પ લૂંટના ગુન્હામાં સંડોવાયેલ સુરેન્દ્રનગરના ગોપાલગઢના સવજી કોળીની ધરપકડ

વઢવાણ, તા. ૧૬ : સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણીએ મોટર સાયકલ ચોરીઓ કરતા ઇસમો ઉપર વોચ રાખી મોટર સાયકલ ચોરીના ગુનાઓ ડીટેકટ કરવા સુચના આપતા એલ.સી.બી. પોલીસ ઇન્સ. એન.કે. વ્યાસના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર એલ.સી.બી. પોલીસ સબ ઇન્સ. આર.ડી. ગોહીલ તથા હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા સરદારસિંહ ગોહીલ તથા પો. કોન્સ. વિજયસિંહ દીપસિંહ તથા આબાદખાન મલેક તથા યુવરાજસિંહ ખવડ તથા જયરાજસિંહ ખેર તથા અજીતસિંહ સોલંકી તથા મોહસીનભાઇ કચોટ વિગેરે સ્ટાફના માણસો ધ્રાંગધ્રા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન ધ્રાંગધ્રા-હળવદ રોડ ઉપર પીપળા ગામના બોર્ડ પાસે આવતા પો.કોન્સ. આબાદખાન મલેકને ખાનગી બાતમી આધારે ગોપાલગઢ ગામની સીમમાંથી સવજી ઉર્ફે સવલો ગોરધનભાઇ કુડેચા (યુ. કોળી) ઉ.વ.૩ર રહે. ગોપાલગઢ તા.ધ્રાંગધ્રા વાળાના કબજામાંથી ચોરીથી મેળવેલ (૧) કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળુ હીરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. નંબર વગરનું કિ. ર૦,૦૦૦/-નું તથા (ર) કાળા કલરનું સીલ્વર પટ્ટા વાળુ હીરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. નંબર વગરનું કિ. રૂ. ર૦,૦૦૦/- (૩) કાળા કલરનું સીલ્વર પટ્ટા વાળુ હીરો સ્પ્લેન્ડર પ્રો.મો.સા. નંબર વગરનું રૂ. ર૦,૦૦૦/- નું તથા (૪) બજાજ કંપનીનું સીલ્વર કલરનું પ્લેટીના મો.સા. નં.જી.જે.૦૩-બીકે-૪૧૬૧ કિ. રૂ. ૧પ,૦૦૦/-નું તથા (પ) બજાજ કંપનીનું કાળા કલરનું ડીસ્કવર મો.સા. નંબર વગરનું કિ.રૂ. ૧૦,૦૦૦/- તથા છાપરામાંથી એક દેશી હાથ બનાવટની જામગરી બંદુક સીંગલ બેરલની ચાલુ હાલતની કિ.રૂ. ર૦૦૦/-ની હથીયાર પરવાના વગરની ગે.કા. મળી આવેલ છે.

આરોપીની પૂછપરછ કરતા પોતે તથા છનાભાઇ કેશાભાઇ યુ.કોળી રહે. મંગળપર તા.હળવદ વાળાઓએ ભેગા મળી ચારથી પાંચ વર્ષ દરમ્યાન ૧૭ મો.સા. ચોરી તથા પ લૂંટના ગુનાઓ કરેલ તેમજ ઘણા ગુનામાં નાસતો ફરતો હોવાની કબુલાત કરેલ છે.

આ શખ્સ પાસેથી મો.સા. નંગ-પ, કુલ કિ. રૂ. ૮પ,૦૦૦/- તથા બંદુક નગ-૧ કિ. ર૦૦૦/- મળી કુલ કુલ રૂ. ૮૭,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી મજકૂર ઇસમ વિરૂદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં આગળની કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.

મજકૂર આરોપીનો પૂર્વ ઇતિહાસ- આજથી નવ દશ વર્ષ પહેલા મોરબી પો.સ્ટે.માં રર બાઇક ચોરીના ગુનામાં પકડાયેલ છે તેમજ વાંકાનેર પો.સ્ટે.માં બે બાઇક ચોરીમાં તેમજ રાજકોટ બી-ડીવી. પો.સ્ટે.માં બે બાઇક ચોરીમાં પકડાયેલ છે જેમાંથી રાજકોટ ખાતે ચોરેલ બાઇકોમાં બન્ને ગુનાઓમાં ત્રણ-ત્રણ વર્ષથી સજા થયેલ હતી તેમજ ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે.માં દશેક વર્ષ પહેલા મારામારીના ગુનામાં સંડોવાયો હતો.

(3:39 pm IST)