Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

ખંભાળીયાના કેશોદ પાસે રીક્ષા-ટ્રક વચ્ચે અકસ્માતઃ ૬ બાળકો સાથે ૧૦ને ઇજા

ખંભાળીયા તા. ૧૬ :.. ખંભાળીયા - પોરબંદર રોડ પર અત્રેથી ૧૪ કી. મી. દુર કેશોદ ગામ નજીક એક જઇ રહેલ છકડો રીક્ષા જી.જે. ૧૦ - ટી. વી. પ૪૯૦ માં દસ થી પંદર મુસાફરો બેઠા હતા ત્યારે સામેથી આવી રહેલ એક ટ્રક નં. જી.જે.-૧૦-ટીવી  ૯૩૯૯  ના ચાલક એ ગફલત ભરી  રીતે ચલાવી રીક્ષાને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

જેમાં તમામ ઇજા ગ્રસ્તોને પ્રથમ સારવાર અર્થ ઇમરજન્સી ૧૦૮ દ્વારા ખંભાળીયા હોસ્પીટલએ લઇ આવવામાં આવેલ જેમાં રીક્ષા ચાલક દાના દેવાભાઇ વાળાને ગંભીર ઇજા થયેલ જયાં સારવાર દરમિયાન મરણ ગયેલ જેમાં છ બાળકો સહિત દસ લોકોને વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવેલ આ બનાવ ગત રાત્રીના સાડા નવ વાગ્યા ઓળખાવ બનયો હતો. રીક્ષામાં બેઠેલ પરીવાર લગ્ન લખવાના પ્રસંગે જઇ રહ્યા હતાં. ત્યારે આ બનાવ બનતા ભારે શોકની લાગણી ફેલાઇ હતી. આ અકસ્માત સર્જાતા ટ્રક ચાલક નાસી જતા આ બનાવ અંગે ચથ્થર ગામના રહેવાસી કુંગાભાઇ ભરવાડએ ટ્રક ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ખુનની ધમકી

ખંભાળીયા તાલુકાના ભટ્ટ ગામમાં રહેતા દેવાભાઇ ભારાભાઇ કારીયા પોતાના ખેતરના સેઢે ચાલવા માટે રસ્તો બનાવતા હતા ત્યારે બાજૂની વાડી વાડા આરોપીઓ હરસુર હરભમ કારીયા, દેવદાસ કાના કારીયાએ આવી ને કહેલ કે અહીં રસ્તો બનાવતા નહી તેમ કહી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધ દેવાભાઇ કારીયા એ કરતાં પોલીસ એ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(3:38 pm IST)