Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે મોરબીમાં યુનિક ડીસીબીલીટી આઇકાર્ડ રજીસ્ટ્રેશન કેમ્પ

 મોરબી તા. ૧૬ : દિવ્યાંગો વિધાર્થી માટે – (યુ.ડી.આઈ.ડી) યુનિક ડીસીબીલીટી આઈ કાર્ડ કેમ્પ સમાજ સુરક્ષા કચેરી મોરબી, તેમજ શિક્ષણ વિભાગ મોરબી દ્વારા સંયુકત ઙ્ગકાર્યક્રમ ટંકારા બી.આર.સી ભવન ખાતે યોજાયો હતો જેમા ટંકારા તાલુકાના કુલ ૯૨ દિવ્યાંગ વિધાર્થી ના (યુ.ડી.આઈ.ડી) યુનિક ડીસીબીલીટી આઈ કાર્ડ નુ રજીસ્ટ્રેશન થયુ હતું. જયારે ૩૨ અન્ય દિવ્યાંગ લાભાર્થી નુ રજીસ્ટ્રેશન થયુ હતું . આમ કુલ ૧૨૪ દિવ્યાંગ લાભાર્થીનુ રજીસ્ટ્રેશન (યુ.ડી.આઈ.ડી) પોર્ટલ પર કરવા માટેની પ્રોશેસમા લીધુ હતું. આ કામગીરીમા બાળ સુરક્ષા વિભાગના સમીરભાઈ લઘડ તેમજ શિક્ષણ (સર્વ શિક્ષા અભિયાન) વિભાગ ના પુરોહિતભાઈ દ્વારા સ્થળ પર આયોજન કરવામા આવ્યું હતું.

જિલ્લા ના સમગ્ર કાર્યક્રમના સંચાલક તરીકે સમાજ સુરક્ષા કચેરી મોરબીનાઙ્ગ ઓફીસર એસ.વી. રાઠોડ ની આગેવાનીમા આ કેમ્પ નુ આયોજન હાથ ધરવામા હતું. જેથી દિવ્યાંગ લાભાર્થી, ખાસ કરીને દિવ્યાંગ વિધાર્થી આ કાર્ડ થી વંચિત ન રહી જાય તે માટે આવા કેમ્પો નુ આયોજન થઈ રહ્યું છે. આગામી તા. ૨૦ને ઙ્ગમંગળવાર ના રોજ મોરબી બી.આર.સી ભવન ખાતે કેમ્પ યોજાશે, જયારે તા. ૨૭ને મંગળવારે હળવદ બી.આર.સી ભવન ખાતે યોજાશે.(૨૧.૧૯)

(12:58 pm IST)