Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

સુરેન્દ્રનગર સી.યુ.શાહ ઇંગ્લીશ સ્કુલનો છાત્રો રાષ્ટ્રીય કક્ષાએ ચમકયા

Alternative text - include a link to the PDF!

 વઢવાણ તા.૧૬ : નાગપુર (મહારાષ્ટ્ર) ખાતે ૬૩મી નેશનલ સ્કુલ ગેમ્સ ઓફ ઇન્ડિયા, મીનીગોલ્ફ અને સોફટબોલ સ્પર્ધામાં ગુજરાત રાજયવતી સી.યુ.શાહ ઇંગ્લીશ સ્કુલના પ્રાયમરી તથા હાઇસ્કુલના અન્ડર ૧૪.૧૭.૧૯ની કક્ષામાં મીનીગોલ્ફ તથા સોફટબોલમાં શ્રેષ્ઠ દેખાવ કરી ગોલ્ડ, સિલ્વર તેમજ બ્રોન્ઝ મેડલ મેળવીને તેઓએ શાળાનું તથા જીલ્લાનું ગૌરવ વધારેલ છે.

૧૩ વિદ્યાર્થીઓ ભાગ લીધેલ હતી. જેમાં યુ-૧૭ મીનીગોલ્ફ ભાઇઓમાં-(, ચાવડા કિરણ, ર.વિશ્વકર્મા રાજકાપુર ૩. કુરેશી અરમાન 'ટીમ ઇવેન્ટ'માં બ્રોન્ઝ મેડલ મેળવેલ હતો. યુ-૧૯ બહેનોમાં-પ, સોલંકી ક્રિષ્ના ડબલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવેલ હતો. ૬ મહેતા પ્રિયલ અને ૭.દવે રાધિકા એ. 'ટીમ ઇવેન્ટ'માં ગોલ્ડ મેડલ મેડલ મેળવેલ હતો. યુ-૧૯ મીનીગોલ્ફ ભાઇઓમાં ૮.ગુપ્તા અમન એ 'ડબલ ઇવેન્ટ'માં સિલ્વર મેડલ મેળવેલ હતો. ઉપરાંત મીની ગોલ્ફ યુ-૧૭, ૯. વ્યાસ ચાર્મી, ૧૦. રાવલ ભવ્યા તથા યુ-૧૯માં ૧૧. બગડીયા મીલન અને સીફટબોયમાં યુ-૧૪ પરમાર કશીસ તથા લકુમ જયરાજ નેશનલ કક્ષાએ ભાગ લઇ શ્રેષ્ઠ પ્રદર્શન કરેલ હતુ.

કોચીંગ તથા મેનેજીંગ માટે શાળાના વ્યાયામ શિક્ષક મીર ખીલલ એહમદ વાય તથા રાતડીયા હરેશ અને સી.કે.શાહ કોલેજની દુબલ શ્વેતા અને દુબલ ધાકી તમાને શાળા પરિવાર તથા ઇ.પી. સુપરવાઇઝર કલ્પનાબેન ભટ્ટી, જી.પી. સુપરવાઇઝર શ્રી મંદાકીનીબેન જોષી, પ્રિન્સીપાલ અજીકુમાર તથા સંસ્થાના ડાયરેકટર એચ.કે.દવે અને શાળાના સેક્રેટરી ડો.ચારૂબેન બી. શાહ એ અભિનંદન પાઠવ્યા છે.(૩-૧)

(12:15 pm IST)