Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

જામનગરમાં બાકી વેરામાં ૧૦૦ અને ૩૩% વ્યાજ માફી યોજના ૩૧ માર્ચ સુધી

જામનગર તા. ૧૬ :... જામનગર મહાનગરપાલિકા મિલ્કત વેરા શાખા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ ર૦૧૯-ર૦ નાં વાર્ષિક મિલ્કત વેરા - વોટર ચાર્જનાં બીલોની ડોર ટુ ડોર બજવણીની કામગીરી પુર્ણ થવામાં હોય, મહાનગરપાલિકા હદ વિસ્તારમાં સમાવિષ્ટ થતાં હૈયાત (જુના) તથા હદમાં વધારો થતાં નવા સમાવિષ્ટ વિસ્તારો કે જેમાં અલગ - અલગ સર્વે નંબર અનુસાર ઓપન (ખુલ્લા) પ્લોટ, બાંધકામવાળી મિલ્કતો કે જેના મીલ્કત ધારકો બીલ બજવણી વખતે સ્થળ ઉપર મળી શકેલ ન હોય, જેના કારણે વેરા બીલની બજવણી થઇ શકેલ ન હોય, તેવા તમામ ઓપન પ્લોટ ધારકો, મિલ્કત ધારકોએ પોતાના સર્વે નંબરવાળા વેરા બીલો મહાનગરપાલિકાના મિલ્કત વેરા વિભાગમાંથી કચેરી સમય દરમ્યાન રૂબરૂ મેળવી લેવા આથી જાણ કરવામાં આવે છે. આ બીલો મહાનગરપાલિકાની વેબસાઇટ     www.mcjamnagar.com પરથી પણ ડાઉનલોડ કરી શકાશે.

 તા. ૩૧-૩-ર૦૦૬ પહેલાના બાકી વેરામાં ૧૦૦ % તથા તા. ૧-૪-ર૦૦૬ પછીનાં બાકી વેરામાં ૩૩% વ્યાજ માફી યોજના ચાલુ હોય, આ યોજનાની મુદત તા. ૩૧-૩-ર૦ર૦ ના પૂર્ણ થવાની હોય, આ યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.

મીલ્કત વેરા શાખા દ્વારા તા. ૩૧-૩-ર૦૧૯ ની સ્થિતીએ બાકી રોકાતી મિલ્કત વેરાની રીકવરીની કામગીરી માટે વોર્ડવાઇઝ રીકવરી ટીમ બનાવી રીકવરી ઝૂંબેશ હાથ ધરેલ હોય, ચાલુ નાણાંકીય વર્ષ અંતર્ગત મિલ્કત વેરા બાકીદારોની ૩,ર૮૩ વોરંટ તથા ર,૦૧ર અનુસુચિની બજવણી કરવામાં આવેલ છે. તેમ છતાં પણ વેરો ભરપાઇ ન કરતાં કુલ ૪પ બાકીદાર આસામીઓની મિલ્કતોને જપ્તીમાં લેવામાં આવેલ છે, જયારે સ્થળ પર રીકવરી દરમ્યાન કુલ રૂ. ૧પ,ર૯,૭૯૦ ની મિલ્કત વેરાની વસુલાત કરવામાં આવેલ છે.મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં જે મિલ્કત વેરા બાકીદારોને નિયમાનુસાર વોરંટ તથા અનુસુચિની બજવણી કરવામાં આવેલ છે, તેવા બાકીદારોની મિલ્કતોને જપ્તીમાં લેવાની તથા નળ કનેકશન કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવાર છે.

મિલ્કત વેરા, વોટર ચાર્જ, વ્યવસાય વેરાની રકમ જામનગર, મહાનગરપાલિકાનાં (૧) મુખ્ય કેશ કલેકશન વિભાગ (ર) સરૂ સેકશન, રણજીતનગર - ગુલાબનગર સીટી સીવીક સેન્ટર ખાતે ભરપાઇ કરી શકાશે તેમજ જામનગર શહેરની એચ. ડી. એફ. સી. બેંક, આઇ.ડી.બી.આઇ. બેંક, ધી નવાગનર કો-ઓપરેટીવ બેંક, યશ બેંક, તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓમાં પણ ભરપાઇ કરી શકાશે. તદઉપરાંત, 'ઓનકોલ ટેકસ કલેકશન' (મોબાઇલ ટેકસ કલેકશન વેન) સુવિધા તથા મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com  પરથી  પણ પોતાનો વેરો ઓનલાઇન ભરપાઇ કરી શકાશે.

ઓન લાઇન વેરા માટે આપના  મિલ્કત વેરા બીલમાં આપેલ કયુઆર. કોડ સ્ક્રેન કરો અને અલગ અલગ ડીજીટલ પેમેન્ટ અને યુ. પી. આઇ. સહિતના ૧૮ થી પણ વધુ પેમેન્ટ વિકલ્પો દ્વારા આપના ટેકસનું ભુગતાન કરો, ઓનલાઇન પેમેન્ટમાં વધારાના ર ટકા ડીસ્કાઉન્ટ (વધુમાં વધુ રૂ. રપ૦) નો લાભ મળશે.

બાકી વેરાની રકમ તાત્કાલીક ભરપાઇ કરી વ્યાજનાં ભારણથી અને કડક રીકવરી  ઝૂંબેશથી બચવા તથા શહેરનાાં વિકાસ કાર્યમાં સહભાગી થવા અનુરોધ કરવામાં આવે છે.

(1:07 pm IST)