Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૧ ઘાયલ પક્ષીઓ બચાવી લેવાયા

સાવરકુંડલાઃ વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ - સાવરકુંડલા છેલ્લા ૧૫ વર્ષથી ઉતરાયણ પર્વ પર પતંગના દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર આપી કુદરતના ખોળે ખેલતા કરી દે છે. આ ટ્રસ્ટ દ્વારા ઘાયલ પક્ષીઓ માટે ટીમ તૈનાત કરવામાં આવી હતી આ ઉપરાંત પક્ષીઓ ઘાયલ થાય તેની તાત્કાલિક સારવાર માટે ટ્રસ્ટ દ્વારા એમ્બ્યુલન્સ સેવા ચાલું કરવામાં આવીહતી. સાથે સાવરકુંડલાના વેટરનરી ડોકટરશ્રી દેસાઈ સાહેબ તથા તેમની ટીમ પણ અબોલ પંખીઓને ખૂબ સારીસેવા આપી હતી દ્યાયલ પક્ષી બચાવો અભિયાન સફળ બનાવવા માટે દાતાશ્રી માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન સાવરકુંડલા મુંબઈ મુખ્ય સહયોગ આપ્યો હતો એમ સંસ્થાના પ્રમુખ સતિષભાઈ પાંડે યાદીમાં જણાવ્યું હતું (તસ્વીર-અહેવાલઃ દિપક પાંધી. સાવરકુંડલા)

(11:54 am IST)