Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

વલ્લભીપુર પાસે બે બાઇક વચ્ચે ટક્કરઃ શિક્ષક પરસોતમભાઇ સોલંકીનું મોત

 ભાવનગર, તા., ૧૬: ભાવનગર નજીક વલ્લભીપુર પાસે બે બાઇક સામસામી અથડાતા એક શિક્ષકનું કરૂણ મોત નિપજયું છે. જયારે બેને ઇજા પહોંચતા હોસ્પીટલ ખસેડેલ છે.

અકસ્માતની મળતી વિગતો મુજબ ભાવનગર જીલ્લાના વલ્લભીપુરના પરોગામમાં તરીકે ફરજ બજાવતા પરસોતમભાઇ મોતીભાઇ સોલંકી (ઉ.વ.૪૦) પોતાના બાઇક ઉપર જઇ રહયા હતા.

ત્યારે વલ્લભીપુર નજીક સામેથી પુર ઝડપે ધસી આવેલા સીલ્વર કલરના નંબર પ્લેટ વગરના મોટર સાયકલ સાથે ધડાકાભેર અથડાતા ગંભીર ઇજા થતા પરસોતમભાઇનું કરૂણ મોત નિપજયું હતું. જયારે બેને નાની-મોટી ઇજા થતા તેને સારવાર માટે હોસ્પીટલ ખસેડેલ હોવાનું જાણવા મળેલ છે. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(11:42 am IST)