Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

વિદેશી દારૂની રેલમછેલ અમરેલી પોલીસે લાખોનો દારૂ ઝડપી લીધો

કારની પાછળની સીટ નીચે-ડેકીમાંથી શરાબનો ઢગલો થયો

અમરેલી એલ.સી.બી.પોલીસ ઇન્સ એ.પી.પટેલની રાહબરી નીચે એલ.સી.બી.ટીમે વેરના કાર જેના રજી.નં.જી.જે.૧૧ એસ ૪૮૦૬ છે તે જુનાગઢ માણેકવાડા તરફથી બગસરા તરફ આવનાર છ અને આ કારમાં ઇંગ્લીશ દારૂ ભરેલ છે તેવી ચોકકસ બાતમી મળતા બગસરાથી આગળ મોટા મુંજીયાસર ગામે પાસે વોચ ગોઠવતા આકારને રોકતા વાહન ચાલકે ગાડી ઉભી રાખેલ નહિ પોલીસને જોઇ આગળ અંધારામાં પોતાના ''વેરના'' કાર ઉભી રાખી રાત્રીના અંધારાનો લાભ લઇ નાસી ગયેલ અને વેરના કારમાં તપાસ કરતા કારની પાછળની સીટ ઉપર અને નીચેના ભાગે તથા ડેકીમાંં પરપ્રાંતના ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલ નંગ ૭૭૮ કિ. રૂ. ર,૧પ,પરપ ની મળી આવતા વેરના કારની કિ.રૂ.ર,પ૦,૦૦૦ મળી કુલ કિ.રૂ. ૪,૬પ, પરપ મુદામાલ કબ્જે કરી અજાણ્યા વેરના ચાલક સામે પ્રોહિબીશન ધારા તળે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. એલ.સી.બી.સ્ટાફના અબ્દુલભાઇ સમા, પ્રફુલ્લભાઇ જાની સંજયભાઇ પદમાણી, ધર્મેન્દ્રરાવ પવાર, બાબુભાઇ ડેર, સાર્દુલભાઇ ભુવા, ગોવિંદભાઇ પરમાર, વિજયભાઇ ગોહિલ, જયદિપસિંહ  ગોહિલ, રાણાભાઇ વરૂ, જાવેદભાઇ ચૌહાણ, કિશનભાઇ હડગરા, ઉમેદભાઇ મહેતા, સુરેશભાઇ ખુમાણ, ભાવેશભાઇ બોરીસાગર, મધુભાઇ પોપટ, જગદીશભાઇ ઝણકાંત, તુષારભાઇ પાંચાણી, વિજયભાઇ વાઢેર, મયુરભાઇ માંગરોળીયા, ડ્રાઇવર નુરભાઇ સીરમાન, યુવરાજસિંહ ગોહિલ, પ્રતાપભાઇ ડેર જોડાયા હતા.

(10:05 am IST)