Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

જામખંભાળીયામાં ત્રણ તસ્કરો પકડાયા

છ ચોરીનો ભેદ ખુલ્યોઃ પરીમલભાઇ નથવાણીના બંગલે થયેલ ચોરીનો ભેદ પણ ખુલ્યોઃ છકડા રીક્ષામાં મુદામાલ ભરી વેચવા જતા પોલીસે ઝડપી લીધાઃ વધુ એકનું નામ ખુલ્યું

ખંભાળીયા, તા., ૧પઃ દેવભુમી દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદની સુચના મુજબ તથા કે.જી.ઝાલા, ઇન્સ્પેકટર એસ.ઓ.જી.ના માર્ગદર્શન મુજબ સબ ઇન્સ્પેકટર એચ.આર.કુવાડીયા તથા એસઓજી સ્ટાફના હેડ કોન્સ. દેવશીભાઇ ગોજીયા, મહંમદભાઇ બ્લોચ, હરદેવસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, ઇરફાનભાઇ ખીરા, નાગડાભાઇ રૂડાચ તથા પોલીસ કોન્સ. મહાવીરસિંહ ગોહીલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, જેસલસિંહ જાડેજા, હેડ કોન્સ. ભીખાભાઇ ગાગીયા તથા લખમણભાઇ આંબલીયા ખંભાળીયામાં થયેલ ચોરીઓ જે પોલીસની સામે પડકાર હતો તે પડકાર જીલી ચોરીનો ભેદ ઉકેલવા ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હકિકત મળેલ કે ત્રણેક ઇસમો એક છકડો રીક્ષામાં મુદામાલ ભરીને ગોવિંદ તળાવના ભંગારવાડા તરફ વેચાણ કરવા માટે જાય છે જેથી તુર્ત જ સ્ટાફ સાથે આંખના પલકારામાં પહોંચી જઇ આરોપી (૧) અનીશ ઉર્ફે અનીશીયો મજીદભાઇ ઉંમરભાઇ જોખીયા સંધી મુસ્લીમ રહે. દ્વારકા નાકે દાવશા પીરની દરગાહની બાજુમાં જામ ખંભાળીયા (ર) વિશાલ ઉર્ફે વિશલો દુલાભાઇ સાજાભાઇ વરમન રહે. પાંચ હાટડી ચોક, કંસારા શેરીની બાજુમાં હનુમાનજીના મંદિરની બાજુમાં જામ ખંભાળીયા (૩) હરદીપસિંહ ઉર્ફે હરૂભા વિજયસિંહ દિલુભા જાડેજા, ગરાસીયા રહે. જુની મામલતદારની સામેની ગલીમાં, કડીયાવાડ પાસે જામ ખંભાળીયા પકડી પાડી (૧) રિલાયન્સ કંપનીના ચેરમેન પરીમલભાઇ નથવાણીના બંગલે થયેલ ચોરી જે ખંભાળીયા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં. ૧૭૯/૨૦૧૭ ઇ.પી.કો. ક. ૪પ૭, ૩૮૦ ચોરી થયેલ મુદામાલ એલઇડી ટીવી રૂ). ૪૯૦૦૦ (ર) ખંભાળીયા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં. ૧૮૧/૧૭ ઇ.પી.કો. ૪પ૪, ૪પ૭, ૩૮૦ ચોરી થયેલ મુદામાલ લેપટોપ રૂ. ૯૦૦૦ તથા મોબાઇલ રૂ. ૧૦૦૦ (૩) ખંભાળીયા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં. ૧૮૩/૧૭ ઇ.પી.કો. ૩ટ૯ ચોરી થયેલ મુદામાલ કાર ટેપ નંગ-ર રૂ. રપ૦૦+૧૫૦૦ =૪૦૦૦ સ્પીકર નંગ-ર રૂ. પ૦૦ કેમેરો નંગ-૧ રૂ. ૧૦૦૦ જેક નંગ-૧ રૂ. ર૦૦, સ્પેર વ્હીલ નંગ-૧ રૂ. રપ૦૦ (૪) ખંભાળીયા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ. ર.નં. ૧૮૪/૨૦૧૭ ઇ.પી.કો. ક.૪૪૭,૩૭૯ ચોરી થયેલ મુદામાલ વાયર આશરે ર૮ કિલો રૂ. ર૮૦૦ ચોરીનો ભેદ ઉકેલી તથા ચોરી કરવામાં ઉપયોગ લીધેલ વાહનો (૧) છકડો રીક્ષા એક રૂ. ૮૦૦૦૦ (ર) મોટર સાયકલ નંગ-ર રૂ. પ૦,૦૦૦ મળી રૂ. ર૦૦૦૦૦નો મુદામાલ કબ્જે લેવામાં આવેલ તેમજ એક ઇસમ જયદીપસિંહ ઉર્ફે જગુ કનકસિંહ પરમાર રહે. ખંભાળીયા વાળાનું નામ ખુલવા પામેલ છે. આમ એસઓજી દ્વારા જામખંભાળીયા પોલીસ સ્ટેશનનો ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં આવેલ છે.

(3:36 pm IST)