Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

જૂનાગઢમાં રવિવારીમાં ખરીદી દરમિયાન મહિલાના રૂ. ૩૨૫૦૦ની મત્તા સાથેના હેન્ડ પર્સની ચોરી

અજાણ્યો શખ્સ પ્લાસ્ટીકની થેલીમાં કાપો મારીને લઇ ગયો

જૂનાગઢ તા. ૧૫ : જૂનાગઢમાં રવિવારીમાં ખરીદી દરમિયાન મહિલાના રૂ. ૩૨૫૦૦ની મત્તા ભરેલ હેન્ડ પર્સની અજાણ્યા શખ્સો ચોરી કરી ગયેલ હોવાની પોલીસ ફરીયાદ થઇ છે. આ અંગેની વિગતો એવી છે કે, હેતલબેન નિપુલભાઇ (ઉ.વ.૩૮) નામની મહિલા જુનાગઢ ખાતે આવેલ જે દરમિયાન શહેરમાં હાજીપાણી બાગના ગ્રાઉન્ડ ખાતે રવિવારે ભરાતી રવિવારીમાં ખરીદી કરવા પહોંચ્યા હતા.

આ દરમિયાન અજાણ્યો શખ્સો હેતલબેન પાસેથી પ્લાસ્ટીકની થેલીમાં કાપો મારી અને રૂ. ૩૦ હજારનો મોબાઇલ, રૂ. ૨૫૦૦ની રોકડ, ડ્રાઇવીંગ લાયસન્સ, ચુંટણી કાર્ડ, પાન કાર્ડ, બેંકનું ડેબિટ કાર્ડ અને પેનડ્રાઇવ સાથેનું હેન્ડ પર્સ ચોરીને નાસી ગયો હતો.

આ અંગે ગઇકાલે મહિલાએ ફરિયાદ નોંધાવતા સી-ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.(

(1:16 pm IST)