Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

જેતપુર નજીક ૨૯ બોટલ દારૂ સાથે શાપર-વેરાવળનો દિલાવર પકડાયો

તસ્વીરમાં દારૂ સાથે પકડાયેલ શખ્સ નજરે પડે છે

નવાગઢ, તા. ૧૫ :. જેતપુર તાલુકા પોલીસે અત્રેની ચોકીધાર પાસેથી ૨૯ બોટલ વિદેશી દારૂ મળી કુલ રૂ. ૪૨ હજારના મુદ્દામાલ સાથે શાપર (રાજકોટ)ના એક શખ્સને દબોચ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર જેતપુર તાલુકા પોલીસ થાણાના હે.કો. ભુરાભાઈ માલીવાડ ગત મોડી સાંજે ચોકીધાર ખાતે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન હીરોહોન્ડા નંબર જીજે ૩ કે.એ. ૮૨૦૩ને શંકાના આધારે રોકી ચેક કરતા તેના ચાલકના કબ્જામાંથી ૨૯ બોટલ વિદેશી દારૂ કિં. રૂ. ૧૨૦૦૦ તથા મોટરસાયકલ કિં. રૂ. ૩૦ હજાર કુલ રૂ. ૪૨ હજારના મુદામાલ સાથે ચાલક દીલાવર ઓસમાણભાઈ રાણાણી (રહે. સાપર)ને ઝડપી પાડયો હતો. જો કે અન્ય શખ્સ સિકંદર નાસી જતા તથા નવાઝ નામનો શખ્સ નાસી જતા તેમને પકડવા  તજવીજ હાથ ધરી છે.

(1:15 pm IST)