Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ચૂંટણી પૂરી થયા જ માછીમાર સમાજ છેતરાયો વેરાવળમાં જુના નિયમો જ રાખવા આવેદન

વેરાવળ માછીમાર સમાજ દ્વારા આવેદન પત્ર આપયેલ તેની તસ્વીર

વેરાવળ તા.૧૫: ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ સમીતીના મહામંત્રી તેમજ માછીમાર સમાજના આગેવાન દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પત્ર અપાયેલ તેમાં સરકાર દ્વારા માછીમારોને ચૂંટણી સુધી આસ્વાસનો આપી જેવી ચુંટણી પુરી થઇ જતા જુના નિયમો લાગુ કરી દેતા ભારે રોષ સાથે આવેદન ન પત્ર આપેલ હતું તેમાં જણાવેલ કે ગુજરાત સરકાર દ્વારા માછીમાર વિરોધી અલગ અલગ પરીપત્ર બહાર પાડેલ છે ડીઝલ પર મળતું વેટ રીફંડ અડધુ કરવામાં આવેલ એક બોટને સબસીડી મળે તેવો પરીપત્ર અમલમાં મુકેલ છે માછીમાર ઉદ્યોગને નુકશાન કરાક આવા અલગ અલગ પરીપત્રોને વિરોધ દર્શાવવામાં આવેલ હતો જેથી સરકારે નિયમો બંધ રાખેલ હતા મતદાન પુર્ણ થતા માછીમાર વિરોધી પરીપત્રો તા.૧૩ ના રોજ અમલમાં આવી જતા સમગ્ર માછીમાર સમાજ છેતરાયો હોય તેવી લાગણી મહેસુસ કરી રહેલ છે જેથી જુના નિયમો યથાવત રહે અને માછીમારી ઉદ્યોગ ટકી રહે એવા પ્રયાસો થાય તેવી માંગ કરવામાં આવેલ છે.

નેત્રયજ્ઞ

વેરાવળ અમને ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.૧૭ને રવિવારના રોજ નેત્ર નિદાન નેત્ર મળી આરોપણ કેમ્પ લોહાણા મહાજન વાડી વેરાવળ ખાતે રાખેલ છે.

બસ સુવિધા આપો

સોમનાથ વેરાવળથી યાત્રાધામોને જોડતી એસ.ટી બસ શરૂ કરવા માંગે સોમનાથ વેરાવળ દરરોજ હજારો યાત્રીકો દુર દુરથી આવતા તે યાત્રીકો ને બાજુમાં તથા દુર યાત્રા ધામોમાં જવા માટે એસ.ટી બસ દ્વારા કોઇ સીધી બસ સેવા મળતી નથી જેથી ગીરકંકાઇ, સતાધાર, પરબ, પાવાગઢ, માતાના મઢ કચ્છ, નારાયણ સરોવર, નાથદ્વારા યાત્રાધામોમાં સીધી બસ સેવા ચાલુ કરવી જોઇએ તેવી માંગ ઉઠી છે.

આયુર્વેદીક કેમ્પ

વેરાવળ ગાયત્રી મંદિર ડાભોર રોડ ઉપર તા.૧૫ના રોજ સવારે ૯ થી ૨ વિના મુલ્યે આયુર્વેદીક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયેલ છે.

કરાટે હરિફાઇ

વેરાવળ ઓલ ઇન્ડિયા વાડોકાય કરાટે ડો.એસો. દ્વારા જીલ્લાની કરાટે હરીફાઇ તા.૧૫ના રોજ રાખવામાં આવેલ છે તેમાં ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર સહીતના અનેક જીલ્લાઓના ૨૫૦ બાળકો આ હરીફાઇમાં ભાગ લેશે.

(1:14 pm IST)