Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

મીઠા ધોઢાના ભરત ઠાકોરને પૈસાના હિસાબના બહાને બોલાવી વાયરથી ટૂંપો દઇ મારી નાખ્યો'તો

૧.ર૦ લાખ રૂપિયા નહિ આપતા કાવતરૂ ઘડયાની દિલીપ ઠાકોરની કબુલાતઃ એલસીબીએ ઉકેલી નાખ્યો ભેદ

વઢવાણ તા. ૧પ :.. પાટડી તાલુકાના મીઠા ધોઢાના યુવાનની લાશ નાળીને એક શખ્સની ધરપકડ કરી છે. પૈસાની લેતી દેતીમાં યુવાનની ઠંડા કલેજ હત્યા કરી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.

મીઠા ધોઢા ગામે રહેતો અને ખેતીવાડી કરતો ભરત ઠાકોર પાટડી અંરડાના ભાવ જાણવા માટે જતો હોવાનું કહી ઘેરથી નિકળ્યા બાદ મોડી રાત સુધી પરત ન ફરતા પરિવારજનો ચિંતીત થઇ ઉઠયા હતાં. બે દિવસ પછી લાશ જૈનાબાદ રોડ પર ખેતરમાંથી મળી આવી હતી. ગળાના ભાગે મળેલ નિશાન જોવા મળતા હત્યા થઇ હોવાનું સ્પષ્ટ જણાવ્યું હતું. પરંતુ કાંઇની સાથે દુશ્મની ન ધરાવતા ભરતની હત્યા કોણે કરી ? તે પોલીસ માટે પણ પડકાર રૂપ હતું.

આઇજી ડી. એન. પટેલ અને ડીએસપી દિપકુમાર મેઘાણીના માર્ગદર્શન તળે એલસીબી પીઆઇ એમ. કે. વ્યાસ તથા ટીમે ખાનગી રાહે કરેલી તપાસમાં પાટડીમાં રહેતા અને ભાડેથી ખેતર ખેડવાનું કામ કરતા દિલીપ વેલા ઝીઝૂવાડીયા, શંકાના દાયરામાં આવતા જ તેની પુછપરછ કરતા હત્યાના ભેદ ઉકેલાયા હતો. રૂપિયા ૧.ર૦ બાળ રૂપિયા ન આપતા પ્લાનીંગ સાથે ભરતની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.

કામ તમામ કરી નોર્મલ  જીવન જીવતા

જાણવા મળ્યા મુજબ આરોપીએ જયારે યુવાનની હત્યા કરી ત્યારે તેના નજરે જોનાર બીજુ કોઇ ન હતું. આથી મને હવે કોઇ નહી પકડી શકે. મારા ઉપર કોઇને શંકા નહી જાય તેમ માનીને બધાની સાથે રહીને નોર્મલ જિંદગી જીવવા લાગ્યા હતા. પરંતુ પોલીસની બાઝ નજરથી બચી નહોતો.

જમીનની ચોપડી લઇ હત્યા પહેલા કાગળમાં સહી પણ કરાવી લીધી'તી

દિલીપે પૈસાના બદલામાં જમીન મેળવવા માટે પણ બુધ્ધી વાપરી હતી. ભરત ઠાકોર પાસેથી ખેડૂત ખાતેદારની ચોપડી લઇ  લીધી. પરંતુ સાથે કાગળમાં હત્યા કરવા પહેલા ભરતની સહી પણ કરાવી લીધી હતી.

(1:12 pm IST)