Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

હળવદના વોર્ડ નં. ૧ માં ગંદુ પાણી આવતા મહીલાઓનો હલ્લા બોલ

હળવદ તા. ૧પ :.. શહેરના વોર્ડ નં. ૧ માં છેલ્લા કેટલાક દિવસથી પીવાના પાણી સાથે ગંદુ પાણી આવતી હોવાની રાવ ઉઠવા પામી છે.

હળવદના વોર્ડ નંબર ૧ ના વિસ્તારો રાજગોરનો વંડો, ડી. વી. પરખાણી શાળા પાસે પાંજરા પોળ પાસેની પાછળની લાઇન વિસ્તારમાં કેટલાય દિવસથી પીવાનું પાણી એકદમ ગંદુ આવે છે અને જરા પણ પીવા લાયક નથી. આથી આ અંગે મૌખીક રજુઆત કરવા છતાં પણ કાંઇ જ પરીણામ નહી આવતા આ વિસ્તારની પ૦ થી વધુ મહીલાઓ  એ નગરપાલિકા કચેરીએ જઇ ને હલ્લા બોલ મચાવ્યો હતો. મહીલાઓએ શાબ્દીક તડાફડી અને હાય હાયના નારા લગાવ્યા હતાં. દરેક પ્રકારના વેરા ઉઘરાવવામાં હંમેશા તૈયાર રહેતા પાલીકાવાળા ગંદા પાણી અંગે કાંઇ વિચારતા નથી. આથી જો આ સમસ્યાનો ઉકેલ નહી આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. રજૂઆત કરવા મનસુખભાઇ, લીલાબેન, હેમાબેન, કલ્પનાબેન વિગેરે મહીલાઓ જોડાઇ હતી.

(1:10 pm IST)