Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

બાબરામાં ફેન્સી નંબર પ્લેટ તથા કાળા કાચની કાર સામે લાલ આંખ

ર૦૦ બાઇક અને ૩૦ કારમાંથી આર.ટી.ઓ નિયમ મુજબ કાર્યવાહી

બાબરા, તા. ૧પ : બાબરા શહેરમાં આવેલા પ્રોબેનિલ ફોઝદાર જી.એમ. મોરી તથા  ટ્રાફીક બ્રીગેડ ના મૌલીક તેરૈયા દ્વારા કાર, બાઇક સહિત ભારે વાહનોમાંથી ફ્રેન્સી નંબર પ્લેટ હટાવી સરકાર માન્ય નંબર પ્લેટ લગાવવા તથા હાઇવે ઉપર પસારથી કારમાંથી બ્લેક કાચ  દૂર કરાવવા યુદ્ધના ધોરણે ઝુંબેશ હાથધરી છે. ફોઝદાર મોરીના જણાવ્યા મુજબ ર૦૦થી વધુ બાઇક તથા ૩૦ જેટલી કારનો સર્વે હાથધરી ધોરણસર કાર્યવાહી થવા પામી છે.  આવનારા દિવસોમાં વાહન ચાલકોના લાઇસન્સ કાગળો સહિતની તપાસ હાથ ધરવામાં આવશે.

(1:10 pm IST)