Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

બાબરાના તાઇવદર ગામે ગંદકીના ગંજ ગ્રામ પંચાયતની ઢીલી નીતીઃ રોગચાળાનો ખતરો

બાબરા તા.૧૫: તાલુકાના નાનાએવા ભાઇવદર ગામે ગંદકીની મસમોટી સમસ્યા હલ કરવામાં સ્થાનીક ગ્રામ પંચાયત કચેરી આંખ આડા કાન કરતી હોવાથી ગ્રામ્ય આગેવાન તથા લતાવાસી દ્વારા અરજ આવેદન આપી ઉચ્ચ સત્તાવાળાનો કાનખેચ્યો હોઇ તેમ આગામી સમયમાં સ્વચ્છતાને પ્રાધાન્ય નહી આપવામાં આવેતો ગ્રામજનો ને સાથે રાખી ગાંધી ચીધ્યા રાહે આંદોલન કહવા ચીમકી આપવામાં આવી છે.

તાઇવદર રહેતા પ્રવિણભાઇ મોહનભાઇ મજલાણી દ્વારા તાલુકા વિકાસ અધીકારી, મામલતદાર શ્રી બાબરા જીલ્લા આરોગ્ય અધીકારી, કલેકટરશ્રી અમરેલી તથા તાલુકા હેલ્થ અધીકારીને સંબોધી લખેલા પત્રમાં તેમના રહેણાંક વિસ્તાર સહીત તાઇવદર ગામમાં ઠેરઠેર ગંદકીના ગંજ તથા રહેણાંક મકાન અંદર ગંદકી ભર્યા પાણી ભરાવાથી યાતના ભોગવી પડી રહી છે જાહેરમાં શૌચક્રીયા, ઢોર ઢાંખરના ખાતરની ગંદકી તથા બજારના રાહદારી ચાલવાના રસ્તા ઉપર કાદવ કીચડ ભરેલા પાણીથી રોગચાળો સામાન્ય રીતે માથુ ઉંચકી રહ્યો છે. હાલ રાજયમાં ડેન્ગ્યુ, મેલેરીયા, ટાઇફોડ ચીકનગુનીયા સહીતની બીમારી વકરી રહી છે થોડા વરસ પહેલા નજીકના કરીયાણા ગામે કોંગો ફીવર રોગથી ૭ લોકોના જીવ ગુમાવવા પડ્યા હતા જેથી ભવિષ્યમાં આવનારી આફત ટાળવા તાઇવદર ગામે તુરંત સ્વચ્છતા અભિયાન હાથ ધરવા અનુરોધ થયો છે અન્યથા આવનારા સમયમાં ગાંધીચીંધ્યા રાહે આંદોલનની ચીમકી સાથે હીજરત કરવા ફરજ પડનાર હોવાનું અંતમાં જણાવ્યું છે.

(1:09 pm IST)