Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

વૃધ્ધ ઉપર કોદાળીના ઘા ઝીંકી ક્રુર હત્યા કરનારા શખ્સના જામીન રદ

અમરેલી તા.૧પ : આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે તા.૧ર-પ-૧૭ના રોજ લાઠી તાલુકાના મતીરાળા ગામની સીમમાં હરજીભાઇ વીરમગામા (ઉ.વ.૭ર) સુતા હતા તે દરમિયાન દેવેન્દ્ર ઉર્ફે ગજેન્દ્ર મગરતા સીંગ રાવત (મુળ યુપી) વાડીની સીમમાં આવી કોદાળી વડે હરજીભાઇ ઉપર કોદાળી વડે હુમલો કરી ક્રુર હત્યા કરી દેવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસમાં કરતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને વધુ શોધખોળ કરતા આરોપી પાસેથી મરણજનારનો મોબાઇલ અને કોદાળીમાં લોહી મળી આવતા આરોપીની ધરપકડ કરી હરી કોર્ટમાં રજુ કર્યો હતો. કોર્ટ દ્વારા આરોપીને સજા ફટકારતા જેલ હવાલે કરવામાં આવ્યો હતો. જેથી આજરોજ દેવેન્દ્રએ જામીન માટે અરજી કરી હતી. જે અમરેલી સેશન્સ કોર્ટના જ્જ શ્રી જીતેન્દ્ર શાહએ ફગાવી દેતા આરોપી ફરી જેલ હવાલે કરાયો. કોર્ટ દ્વારા જામીન ફગાવતા કહ્યુ કે, આવા ગંભીર પ્રકારના ગુન્હામાં સંડોવાયેલા આરોપીને ખુલો મુકી શકાય નહી.

(1:09 pm IST)