Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

બાબરા હાઇવે ઉપર માતેલા સાંઢ માફક ફરતા ૭ વાહનો ડીટેઇન

બાબરામાંથી પસાર થતા રાજકોટ ભાવનગર રોડ ઉપર અન્યની જીંદગી જોખમાવે તેવી રીતે નિયત ગતી અને ઓવરલોડેડ વજન ભરી આર.ટી.ઓ લગતી કાગળો સાથે નહી રાખનારા ૭ પેસેન્જર વાહનો અટકાવી વિધીવત કાર્યવાહી ફોજદાર એસ.એમ.વરૂ દ્વારા થવા પામી છે જેમાં (૧)જયરાજભાઇ નાઝભાઇ ધાધલ રે.ચોટીલા (૨)રામભાઇ ગોવીંદભાઇ હલેન્ડા (૩)રાણાભાઇ ખોડાભાઇ રાજકોટ (૪)કલ્પેશ સનાભાઇ રે-રાજકોટ (૫)વસંતભાઇ હરીભાઇ પાથર (૬)યોગેન્દ્રસીંહ જગદિશસીંહ રે.ભાવનગર (૭)હનીફભાઇ રફીકભાઇ રે.મહુવાના સીટીબસ, તુફાન કુરઝર સહીત અન્ય બે ટ્રકો પણ કબ્જે લેવામાં આવ્યા છે.

ટાઉન જમાદાર અરજણભાઇ વાંજાના જણાવ્યા મુજબ હાઇવે રોડ ઉપર નિયમ ઉલ્લંધન કરી આર.ટી.ઓ લગતો કોઇ આધારપુરાવા સાથે નહી રાખનારા વાહન ચાલકો સામે પોલીસવડા શ્રી જગદિશ પટેલની સુચના અંર્તગત ટ્રાફીક હાઇવે વેગવંતી થવા પામી છે.

(1:08 pm IST)