Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

રાષ્ટ્ર ભાષા હિન્દી પ્રચાર સમિતિ દ્વારા ફેબ્રુઆરીમાં વિનીતની પરીક્ષાઓ લેવાશે

રાજકોટ તા. ૧૫ : સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ દ્વારા વર્ષમાં બે વખત લેવાતી હિન્દી બાળપોથી પહેલી, દુસરી, તીસરી અને ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ દ્વારા લેવાતી વિનીતની પરીક્ષાઓ ૨૦૧૮ ની સાલમાં ૨૪ અને ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૮ અનુક્રમે શનિ તથા રવિવારે સૌરાષ્ટ્ર કચ્છમાં લેવાશેે. તેમ સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિના કાર્યાલય મંત્રી કલ્પેશ જાદવની યાદીમાં જણાવાયુ છે.

આ પરીક્ષાઓના અરજીપત્રો ભરવાની છેલ્લી તા.૧૫ જાન્યુઆરી ૨૦૧૮ રહેશે. જાયરે ભરાયેલા અરજીપત્રો તેની ફી ની રકમ સાથે ભરવાની છેલ્લી તા.૧૯ મી જાન્યુઆરી ૨૦૧૮ છે.

બાળકોમાં ભાષા શુધ્ધી, વ્યાકરણ, જોડણી વગેરેનું જ્ઞાન વધે અને રાષ્ટ્રભાષા પ્રત્યેની અભિરૂચી વિશેષ કેળવાય એ હેતુથી લેવાતી આ પરીક્ષામાં ઓકટોબરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બેસે તે માટે સઘન પ્રયાસો હાથ ધરાયા છે. હિન્દી પ્રચાર સમિતિ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના ૬૦૦ કેન્દ્રો ઉપર આ પરીક્ષા લેવામાં આવે છે.  રાજકોટ કાર્યાલયમાં ચાલતા જનરલ કેન્દ્ર (પેટા કેન્દ્ર) માં અરજીપત્ર ભરીને પહોંચાડવાની છેલ્લી તા.૫-૧-૨૦૧૮ રહેશે.

સૌરાષ્ટ્ર કચ્છમાં હજુએ જે ગામોમાં પરીક્ષા કેન્દ્ર નથી અને જે શિક્ષણ સંસ્થા રાષ્ટ્ર ભાષા હિન્દીના પ્રચાર અને પરીષા કેન્દ્રો શરૂ કરવા ઇચ્છતી હોય તેઓએ શાળાના આચાર્યશ્રીની ભલામણ સાથે મંત્રીશ્રી સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ કાર્યાલય, રાષ્ટ્રીયશાળા પ્રાંગણ, રાજકોટ ખાતે રૂબરૂ અથવા ફોન ૦૨૮૧ ૨૪૬૬૨૨૭ ઉપર સંપર્ક કરવા કલ્પેશભાઇ જાદવની યાદીમાં જણાવાયુ છે.

(12:22 pm IST)