Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

કાલાવડ શાકમાર્કેટ પાસે પાર્ક કરેલ ગાડીમાંથી દાગીનાની ચોરીઃ એક શખ્સ ઝડપાયો

જામનગર તા.૧૫: કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં વિનોદભાઇ વલ્લભભાઇ સાંગાણી એ ફરીયાદ નોંધાવી છે કે, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, કાલાવડમાંથી રૂ.૪૦,૦૦૦ લોકરમાંથી કાઢેલ ૪ તોલાની સોનાની બંગડી નંગ-૨ કિંમત રૂ.૧,૨૦,૦૦૦ તથા બે તોલાનું સોનાની પટ્ટી (લકકી)જેની કિંમત રૂ.૬૦,૦૦૦ તથા ૧ તોલાની સોનાની વીટી કિ.રૂ.૨૮૦૦૦ કુલ કિમત રૂ.૨,૦૮,૦૦૦ મળીને રૂ.૨,૪૮,૦૦૦ની માલમતા કાળા કલરના પર્સમાં રાખી પોતાની મોટરસાયકલ જે.૧૦એ.એલ. ૮૭૫૮ની ડેકીમાં પર્સ મુકી મોટરસાયકલ શાકમાર્કેટના પાછળળના ભાગે, નાઝ ફુટવેર સામે પાર્ક કરી ખરીદી કરવા જતા કોઇ અજાણ્યા બે ઇસમોએ ફરીયાદીની મોટરસાયકલની ડેકીમાં રાખેલ કાળા કલરના પર્સની ચોરી કરી લઇ જઇ એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે. આ કાર્યવાહીમાં પોલીસે આ કામના આરોપી સીનુવાસન ગોપાલ સાંકરે રે. પાલીમંડે તમીલનાડુની અટકાયત કરી છે.

(12:21 pm IST)