Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

જુગારના કેસમાં પાંચ વર્ષથી વોન્‍ટેડ આરોપીને મોરબી એસઓજીએ ઝડપી લીધો

મોરબીના રફાળેશ્વરમાં જુગાર રમતા ૩ શખ્‍સો પકડાયા

મોરબી તા. ૧૫ : મોરબી જીલ્લા પોલીસ જયપાલસિંહ રાઠૌડ તરફથી જિલ્લામાં નાસતા ફરતા આરોપી પકડી પાડવા સુચના મળતા મોરબી એસ.ઓ.જી.પો.ઈન્‍સ. એસ.એન.સાટી તથા મોરબી એસ.ઓ.જી.સ્‍ટાફ મોરબી ટાઉનમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન જુગારધારા કલમ ૧રના ગુન્‍હાના નાસતો ફરતોઆરોપી અબ્‍દુલ મામદભાઇ જુણાચ (ઉ.વ..૫ર) રહે. હાલ હુડકો કવાર્ટર,જામનગર રોડ, સાંઢીયા પુલની બાજુમાં રાજકોટ મુળ રહે. દ્યાંચી શેરી મોરબીવાળાને અટક કરી મોરબી સીટી એ ડીવી.પોલીસ સ્‍ટેશનને સોંપવામાં આવ્‍યો હતો.

તેમજ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે પ્રાથમિક શાળા પાસે જાહેરમાં જુગાર રમતા ગલાભાઇ ઉર્ફે ગોવિંદ લાલજી સોલંકી, મુકેશ મંગાભાઇ ઝાલા તેમજ અશોક જેસીંગ કોળીને પોલીસે રૂા. ૫૧૮૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

બંગાવડી ગામે આદિવાસી

પરિણીતાનું મોત

ટંકારા તાલુકાના બંગાવડી ગામે હરેશભાઇ મેંદપરાની વાડીમાં રહી મજુરી કામ કરતી પરિણીતા દિનાબેન મેરૂભાઇ આદિવાસી (ઉ.૨૪)નું અગમ્‍ય કારણોસર મોત નિપજ્‍યું હતું. પરિણીતાનો લગ્નગાળો છ માસનો હોવાનું જાણવા મળ્‍યું છે.

(11:43 am IST)