Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ભાવનગરમાં બે પિસ્તોલ સાથે ટાઇગર મેમણ ઝડપાયો

 ભાવનગરઃ જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલે ચુંટણી શાંતીપુર્ણ અને ભયમુકત માહોલમાં યોજાય તે સારૂ જીલ્લામાં ગેરકાયદેસર ફાયર આર્મ્સ રાખતા ઇસમોને ઝડપી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરેલ જે અનુંસંધાને આજરોજ એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળસ્ટાફના હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલને મળેલ હકિકત આધારે પ્રભુદાસતળાવ સર્કલ પાસેથી આરોપી ઝાબીર ઉર્ફે ટાઇગર મેમણ શબ્બીરભાઇ ફતાણી ઉ.વ.૨૩ રહેવાસી પ્રભુદાસ સર્કલ અલીફા પ્લાઝા ચોથા માળે ફલેટ નંબર ૪૦૧ ભાવનગરવાળાઓને દેશી બનાવટની પિસ્ટલ નંગ-૨ કિ.રૂ. ૪૦,૦૦૦ તથા પિસ્ટલનું વધારાનું મેગ્જીન નંગ-૧ કિ.રૂ. ૧૦૦ તથા જીવતા કાર્ટીશ નંગ-૯ સાથે મળી આવતા ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ. પકડાયેલ આરોપી પાસેથી મળી આવેલ ગેરકાયદેસરના હથિયારો બાબતે આરોપીએ હકિકત જણાવેલ છે કે પોતે આ હથિયારો રમીઝ રહેવાસી પાલીતાણાવાળા પાસેથી લાવેલ હોવાનું જણાવેલ છે. આ કામગીરીમાં બલવરસિંહ જાડેજા તથા પો.કોન્સ. સોહિલભાઇ રહિમભાઇ તથા ધમેન્દ્રસિંહ હેમંતસિંહ તથા જીતેન્દ્રસિંહ રમુભા તથા બાવકુદાન ખીમરાજભાઇ તથા પ્રદિપસિંહ દશરથસિંહ વિગેરે જોડાયા હતા.

(11:32 am IST)