Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

જોરાવરનગરમાં ૩ ફરારી ઝડપાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાહીત પ્રવૃતિ આચરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષકશ્રીએ સુચના કરતા, પેરોલ ફર્લો સ્કોર્ડના પીએસઆઇ શ્રી આર. ડી. ગોહીલ તથા સ્ટાફના માણસોએ જોરાવરનગર પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન જોરાવરનગર પો. સ્ટે. ફ. ગુ. ર. નં. ૯૩/ર૦૧૭ આઇપીસી કલમ-૪૩પ, પ૦૪, ૧૧૪ વગેરે મુજબનો ગુન્હો આચરી નાસતા ફરતા આરોપીઓ (૧) જસુભા પ્રેમભા (ર) કીરીટસિંહ જયેન્દ્રસિંહ (૩) પ્રેમભા  જગતસિંહ રહે. તમામ રૂપાવટી તા. વઢવાણવાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

(11:29 am IST)