Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

પાટડીની ૧પ લાખની લૂંટના ૪ આરોપી ઝબ્બે

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ટાઉનમાં તા. ૪-૧ર-ર૦૧૭ના રોજ મિતેષભાઇ દીલીપકુમાર તથા પ્રકાશભાઇ રમેશભાઇ પ્લેટીના મોટર સાઇકલ પર સંઘના રૂ. ૧૪,૭પ,૦૦૦/- ડીસ્ટ્રીકટ બેંકમાં જમા કરાવવા જતા તે દરમ્યાન બે અજાણ્યા ઇસમો દ્વારા પલ્સર મોટરસાઇકલમાં આવી લૂંટ કરી ગયાનો બનાવ બનેલ. આ ગુન્હાના આરોપીઓને શોધી કાઢવા સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષકશ્રીએ જિલ્લા એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને સુચના કરતા એલસીબી પી.આઇ. એન.કે. વ્યાસ તથા પેરોલ ફર્લો સ્કવોડ પીએસઆઇ આર.ડી. ગોહિલ દ્વારા (૧) દરીયાખાન ઉર્ફે ઇનાયતખાન અનવરખાન રહે. સેડલા તા. પાટડી (ર) સાજીદખાન ઉર્ફે શાહરૂખ જમીયતખાન (૩) પ્રકાશ ઉર્ફે પકો રમેશભાઇ રાવળદેવ રહે. પાટડી (૪) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને પકડી પાડી કુલ રૂ. ૮,૦૪,૦૦૦/-નો મુદામાલ રીકવર કરી બાકીનો મુદામાલ રીકવર કરવા પોલીસ રીમાન્ડ મેળવવા કાર્યવાહી કરેલ છે.

(11:28 am IST)