Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

૮૨ વર્ષની ઉંમરે પણ લાકડીના સહારે મતદાન કરતા આતુભાઈ ગોહીલ

ગીર-સોમનાથ તા. ૧૫ : ૯૩-ઉના વિધાનસભા સામાન્ય ચૂંટણીના ગાંગડા-૩ મતદાન મથક પર આજે ફેર મતદાનમાં ૮૨ વર્ષની ઉંમરે આતુભાઈ મેઘાભાઈ ગોહીલે તેમની મતદાનની પવિત્ર ફરજ અદા કરી મતદાન કર્યું હતું. આતુભાઈ પગપાળા ચાલી ન શકવા છતા લાકડીના સહારે મતદાન મથકે આવી પહોંચી લોકશાહી પર્વમાં સહભાગી થયા હતા. તેઓએ મતદાન કરી જણાવ્યું હતું કે, મજબુત લોકશાહીના નિમાર્ણ માટે તમામ મતદારોએ મતદાન અવશ્ય કરી તેમની રાષ્ટ્રીય ફરજ નિભાવવી જોઈએ.

દિવ્યાંગ મતદારે નિભાવી રાષ્ટ્રીય ફરજ

૯૩-ઉના વિધાનસભા સામાન્ય ચૂંટણીના બંધારડા મતદાન મથક પર દિવ્યાંગ ચેતનભાઈ રામજીભાઈ ગોદારીયાએ મતદાન કર્યું હતું. ફેર મતદાનમાં પગે અપંગતા ધરાવતા ચેતને મતદાન કરી કહ્યું હતું કે, તમામ દિવ્યાંગોએ મતદાનની ફરજ નિભાવી મતદાન કરવું જોઈએ. લોકશાહી પર્વમાં સહભાગી થવા દિવ્યાંગોએ અપંગતાને ધ્યાનમાં ન રાખી અન્ય વ્યકિતના સહયોગથી પણ અચુક મતદાન કરવા મતદાન મથકે આવવું જોઇએ.

(11:27 am IST)