Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ઉપલેટા મહિલા કોલેજનાં પ્રોફેસર શ્રધ્ધા નાયક પીએચડી થયા

ઉપલેટા, તા., ૧૫: શ્રીમતી આર.પી.ભાલોડીયા આર્ટસ કોમર્સ હોમસાયન્સ મહિલા કોલેજ ઉપલેટાના કોમર્સ વિભાગના અર્થશાસ્ત્ર વિષયના પ્રો.શ્રધ્ધાબેન કનૈયાલાલ નાયકે પ્રાથમીક કૃષિ ધિરાણ સહકારી મંડળીની ગ્રામ વિકાસમાં ભુમીકા વિષયમાં ગુજરાત વિદ્યાપીઠના વ્યવસ્થાપન અને પ્રૌધોગીકી વિજ્ઞાન વિદ્યાશાખા ગ્રામ વ્યવસ્થાપન અધ્યયન કેન્દ્ર ગુજરાત વિદ્યાપીઠના પ્રા. ડો.રાજીવભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ પી.એચડી થતા ભાલોડીયા મહિલા કોલેજના પ્રિ. ડો.કાલાવડીયા  સાહેબે તથા આદર્શ એજયુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ અભિનંદન પાઠવ્યા. સહકારી મંડળીના ક્ષેત્રમાં કામ કરતી વ્યકિત અને સંસ્થાઓનો આ શોધ નિબંધ ઉપયોગી નિવડશે.

(10:52 am IST)