Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

દામનગરમાં દસના સિકકાની રામાયણઃ કોઇ લેતું નથી

દામનગર તા.૧પઃ નોટબંધી બાદ બેંક તરફથી આપવામાં આવેલ રૂ. દસનાં સીકકા વેપારીઓ કે બેંક લેવડ-દેવડમાં લેતી ન હોય એક વર્ષથી જે લોકો પાસે સીકકા છે તે શીરદર્દ સમાન છે. તેમજ કોઇ ઉપયોગ થતો ન હોય બજારમાં તો ઠીક પણ લોકો પાસે શોભાનાં ગાઠીયા સમાન બની ગયા છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ બહાર પાડવામાં આવેલ રૂ. દસનાં સીકકા બેંકોએ ગ્રાહકોને જુની નોટોનાં બદલે વેપારીઓ ગ્રાહકો પાસેથી વસ્તુ ખરીદીમાં લેતા નથી.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ કરેલ નિર્દેશ મુજબ રાષ્ટ્રીયકૃત બેંક સીકકા લેવાની ના પાડે તો જાણ કરવી પરંતુ સવાલ એ થાય છે કે વેપારી મંડળોએ દરમ્યાનગીરી કરવી જોઇએ તેને બદલે તેઓ ચુપ છે.

વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે ચીજવસ્તુઓની લેવડ-દેવડમાં સીકકાનાં વ્યવહાર કરવા માંડે તો વેપારીઓને વેપાર થાય અને ગ્રાહકોને ચીજ વસ્તુ મળી રહે. રૂ. દસના સીકકા બજારમાં ફરતા થાય અને બેંકો સ્વીકારવા માટે તો રૂ. દસના સીકકા બનેલ શોભાના ગાઠીયા ચલણમાં રહે તે માટે વેપારીઓએ નિખાલસતાથી સ્વીકારે તેમ પત્રકાર વિમલ ઠાકરએ ગ્રાહક સુરક્ષા મંડળે પણ માંગણી કરેલ છે.

(10:52 am IST)