Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

જસદણ બેઠક ઉપર બન્ને ઉમેદવાર સેવાભાવી અને શિક્ષિત ત્યારે શિક્ષક અને તબીબમાં જીતશે કોણ ? એકજ ચર્ચા

જસદણ તા. ૧૬ :.. જસદણ વિધાનસભા બેઠકની ચૂંટણી તો પ્રથમ તબકકામાં યોજાય. જેને ખાસ્સો સમય થઇ ગયો ગઇકાલે બીજા તબકકાનું પણ મતદાન પુર્ણ થતા ગુજરાતમાં ચૂંટણી પુર્ણ થઇ પણ જસદણ બેઠકમાં ભાજપ અને કોંગ્રેસની કમાણીવાળા અને વગર કમાણીવાળા લોકોમાં ગત તા. ૯ ને સાંજે ચૂંટણી પુર્ણ થઇ ત્યારથી એક જ ચર્ચાનો દોર શરૂ થયો છે કે કોણ જીતશે ? કેટલાંક રાજકીય કાર્યકરો તો જાણે અંદર અને બહારની વાત જાણતાં હોય એવા ત્રીકાળ જ્ઞાની બની ગયા છે કે ફલાણો ઢીંકણો જીતશે ! એવા ગપગોળા મારી રહ્યા છે. કેટલાંક રાજકીય બિનરાજકીય જે ખંખેરવાનું કાર્ય કરતાં હોય છે. એમણે તો ફેસબુક - વ્હોટ્સ એપ પર જીતના મેસેજ પણ ફેરવી ડીઝાઇન કરતાં વા વાયો અને નળીયું ખસ્યું એવો ઘાટ ઘડાયો છે. જસદણ વિધાનસભાની બેઠક ઉપર  પક્ષો - અપક્ષો મળી કુલ ૧પ ઉમેદવારો મેદાનમાં હતાં પણ નવાઇની બાબત એ છે કે, હાલ ચૂંટણી ઉમેદવારોની ચર્ચા થઇ રહી છે.

જેમાં ફકત ને ફકત ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની ચર્ચા થઇ રહી છે. અન્યો તો ચર્ચામાંથી બહાર છે. ત્યારે અહી લાખમણનો સવાલ એ ઉપસ્થિત થાય છે કે ગુજરાતમાં ગુરૂવારે વિધાનસભાની ચૂંટણી પુર્ણ થઇ અને એકિઝટ પોલ એ મોદીની બોલબાલા બતાવતાં ત્યાં ચા ની હોટલો પાનના - ગલ્લા અને ઓફીસોમાં બેસતા રાજકીય ડીઝાઇનરો બીજા મોઢે વાત કરવાની ચર્ચા પણ સાંભળવા મળી હતી. ઉમેદવારો અંગે સામાજીક કાર્યકર હિતેશ ગોંસાઇએ જણાવ્યું હતુંકે જસદણ, વિંછીયા પંથકના સદ્નસીબે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સારા મળ્યા છે. બંને વર્ષોથી પ્રજાની સેવા કરે જ છે...! કોંગ્રેસના ઉમેદવાર ડો. કુંવરજીભાઇ બાવળીયા, શિક્ષક છે. જયારે ભાજપના ઉમેદવાર ડો. ભરતભાઇ બોઘરા એક તબીબ છે. બંને મહાન ઇશ્વર તુલ્ય કર્મોથી જોડાયેલા હોવાથી સમાજ તેમને માનની  નજરે જુએ છે. તેથી આ પંથકનું નશીબ ઉજળું છે. એમ અંતમાં જણાવ્યું હતું.

ત્યારે આ પંથકમાં રાજકીય ડીઝાઇનરો ગપગોળા પ્રસરાવી રહ્યા છે. તેની ખરાઇ આગામી તા. ૧૮ ડીસેમ્બરે બપોર સુધીમાં થશે.

(10:51 am IST)