Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

પોલીસને મારકુટ કરવાના ગુનામાં સાવરકુંડલાના શખ્સને ૧ વર્ષની સજા

અમરેલી તા. ૧પ :.. અત્રે પોલીસ કર્મચારી પ્રવિણભાઇ વલ્લભભાઇ ખોડાણી જેલમાંથી સરકારી વાહનમાં આરોપી જીતુ મગન સોલંકી રે. સા. કુંડલા વાળાને વાહનમાં કોર્ટ મુદતે લઇ ગયેલ ત્યારે આરોપીએ જતા દરમ્યાન બહારનું જમવાનું હોય તે ન આપતા જીતુ મગન સોલંકીએ ફરજમાં રૂકાવટ કરી લાફો મારતા તા. ૩૦-૪-૧૩ ના પોલીસમાં ફરીયાદ નોંધાવતા અમરેલી એડીશ્નલ સીવીલ જજ અને જયુ. મે.જી. કોર્ટમાં આર. સી. સોઢા પરમાર સમક્ષ કેસ ચાલી જતા આઇ. પી. સી. કલમ ૩૩ર અને ૧૮૬ માં કસુરવાર ઠરાવીને એક વર્ષની સજાનો હુકમ કરેલ છે. ફરીયાદી તરફે પી. પી. ભાડેલીયા અને આરોપી ફરતે એન. વી. ગીડા એડવોકેટ તરીકે રોકાયા હતાં.

(10:49 am IST)