Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ગીર સોમનાથ જિલ્લાનાં ખેડૂત ખાતેદારો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના તા. ૩૧ સુધીમાં ફોર્મ ભરી શકાશે

ગીર-સોમનાથ તા. ૧૪ :.. ગીર - સોમનાથ જિલ્લાનાં તમામ ખેડૂત ખાતેદારો માટે રાજયમાં પ્રધાન મંત્રી ફસલ બીમા યોજના અમલમાં છે. જે અંતર્ગત આગામી રવિ ર૦૧૭-૧૮ ઋતુનાં પાક માટે આ યોજનામાં લાભ લેવા માંગતા ખેડૂતોએ પિંયત ઘઉં માટે આઇ ખેડૂત પોર્ટલ પર તા. ૩૧-૧ર-૧૭ સુધીમાં નિયત દરખાસ્ત પત્રક ઓનલાઇન ફોર્મ રજૂ કરી દેવું.

આ સમયગાળામાં રવિ ર૦૧૭-૧૮ ઋતુ પાકોની ઓનલાઇન અરજી કર્યા બાદ ત્યાર પછીનાં  કામકાજનાં બે દિવસો દરમ્યાન તેની કોમ્પ્યુટર જનરેટેડ પ્રીન્ટેડ નકલ સબંધિત ધીરાણ આપનારી સંસ્થા-બેંકોમાં આપી પ્રીમીયમની રકમ ભરી આ યોજનામાં જોડાઇ શકશે. પિયત ઘઉં પાક માટે પ્રીમીયમ દર ૧.પ ટકા (દોઢ ટકો) નક્કી થયેલ છે. જેથી તમામ ખેડૂતોએ આ યોજનામાં જોડાય અને પાકોનું જોખમ ઘટાડવા નાયબ ખેતી નિયામક (વિ.), ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

(10:49 am IST)