Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ધોરાજીની ભગવતસિંહ હાઇસ્કુલમાં સાયન્સના વર્ગો બંધ થતા મુશ્કેલી

ધોરાજી તા. ૧૫ : સરકારી કન્યા વિદ્યાલય તથા ભગવતસિંહ હાઇસ્કુલમાં સાયન્સના વર્ગો બંધ થતાં ગરીબ કુટુંબના છોકરા - છોકરીઓને શિક્ષણ મેળવવું મુશ્કેલ બન્યું છે.

કન્યા કેળવણી મા રાજાશાહી વખતથી પાયો નાખનાર ગોંડલ રાજવી સર ભગવતસીહ મહારાજાએ ધોરાજીમાં કન્યાઓ માટે અદ્યતન મોટૂ બિલ્ડીંગ બનાવીને કન્યા વિધાલય શરૂ કરી હતી તેમજ છોકરાઓ માટે મોટું અદ્યતન બિલ્ડીંગ બનાવીને કન્યા કુમાર માટે મફત શિક્ષણ શરૂ કરેલ હતું. રાજાશાહી વખતથી ધોરાજીમાં ચાલતી કન્યા વિધાલય તથા ભગવતસીહ હાઈસ્કૂલનો વહીવટ સંચાલન રાજય સરકાર દ્વારા સંભાળવામા આવેલ હતું ત્યારથી ધોરાજીની સરકારી કન્યા વિદ્યાલયમાં છોકરીઓ તથા ભગવતસિંહ હાઈસ્કૂલ ખાતે છોકરાઓ માટે ધોરણ ૮થી ૧૨ સૂધી મોટી સંખ્યામાં વિદ્યાથીઓ અભ્યાસ કરતાં હતા. આ બન્ને ધોરાજીની સરકારી હાઈસ્કુલનું સારૂ શૈક્ષણીક કાર્ય હતું. જેમાં સરકારની શૈક્ષણીક ક્ષેત્રે ખાનગી સ્કૂલોને વધૂ પડતી મજૂરીઓના પ્રોત્સાહનના પગલે સરકારી હાઈસ્કુલની સ્થિતી ખાડે પહોચી ગયેલ છે.

ધોરાજી માં રાજાશાહી વખત થી અધતન બિલ્ડીંગો ધરાવતી સરકારી કન્યા વિધાલય તથા ભગવતસીહ હાઈસ્કૂલમા સાયન્સના વર્ગો બંધ થતા ગરીબ કુટુંબના છોકરા છોકરીઓને સાયન્સ શિક્ષણ મેળવવું મૂશ્કેલ બની ગયેલ છે ત્યારે ધોરાજી ના નગરજનો દ્વારા ધોરાજીની કન્યા વિદ્યાલય તથા ભગવતસીહ હાઈસ્કૂલને ધોરાજીની મોડેલ હાઈસ્કૂલ બનાવવાં રાજય સરકાર દ્વારા પગલાં ભરાય તેવી લોક માંગ ઉઠી છે.

(10:49 am IST)