Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

સહાયક પ્રાદેશિક વાહન વ્‍યવહાર કચેરી-અમરેલી દ્વારા તાલુકા મથકોએ વાહન તપાસણીની કામગીરી

અમરેલી તા. ૧પ : સરસકારના સેવાકીય અભિગમના ભાગરૂપે એ.આર.ટી.ઓ. અમરેલી દ્વારા તાલુકા મથકોએ વાહન તપાસણીની કામગીરી કરવામાં આવશે મોટર વાહન અધિનિયમ અને નિયમોનુસાર ભરવાની થતી નિયત ફી અરજદારે વાહન તપાસણી કરાવતા પહેલા સહાયક પ્રાદેશિક વાહન વ્‍યવહાર કચેરી-અમરેલી મુકામે કચેરીમાં ભરપાઇ કરવાની રહેશે. (કચેરીનો કેશ વિભાગ કોમ્‍પ્‍યુટરાઇઝડ હોવાને કારણે તાલુકા મથકોએ કેશ વિભાગની સેવા ઉપલબ્‍ધ થશે નહી) આ કામગીરીનો અમલ તા. ૧૮ ડિસેમ્‍બર-ર૦૧૭ થી થનાર છે તમામ તાલુકા મથકો પર જિલ્લા પંચાયત રેસ્‍ટ હાઉસ ખાતે નિયત કરવામાં આવેલ દિવસે આ કામગીરી કરવામાં આવશે અમરેલી જિલ્લાની મોટરીંગ પબ્‍લિકને તેનો નોંધ લેવા. સહાયક પ્રાદેશીક વાહન વ્‍યવહાર અધિકારીશ્રી એ.આર. ટીઓ. કચેરી-અમરેલીએ એક અખબારી યાદીમાં જણાવ્‍યું છે

 

ક્રમ

કેમ્‍પનું સ્‍થળ

માસ દરમિયાન નિયમ

 

 

કરવામાં આવેલ દિવસ

જિલ્લા પંચાયત રેસ્‍ટ હાઉસ રાજુલા

દરેક માસનો પ્રથમ અને ત્રીજો મંગળવાર

જિલ્લા પંચાયત રેસ્‍ટ હાઉસ સાવરકુંડલા

દરેક માસનો બીજો મંગળવાર

જિલ્લા પંચાયત રેસ્‍ટ હાઉસ ધાર

દરેક માસનો ચોથો મંગળવાર

જિલ્લા પંચાયત રેસ્‍ટ હાઉસ બગસરા

દરેક માસનો ચોથો ગુરૂવાર

જિલ્લા પંચાયત રેસ્‍ટ હાઉસ કુંકાવાવ

દરેક માસનો બીજો ગુરૂવાર

જિલ્લા પંચાયત રેસ્‍ટ હાઉસ બાબરા

દરેક માસનો ત્રીજો ગુરૂવાર

 

 

(10:20 am IST)