Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

અમરેલી જિલ્લાના વાહન માલિકોએ નોનયુઝમાં દર્શાવતા પહેલા બેકલોગ એન્‍ટ્રી કરાવવી જરૂરી

અમરેલી તા.૧૪ : બંદર અને વાહન વ્‍યવહાર વિભાગ-ગાંધીનગરના અગ્ર સચિવના અધ્‍યક્ષસ્‍થાને એક વિડીયો કોન્‍ફરન્‍સ યોજાઇ હતી જેમાં નોનયુઝમાં દર્શાવવા માંગતા વાહન માલીકોને આગામી ડિસેમ્‍બર-ર૦૧૭ થી સરકાર દ્વારા વાહન-૪ સોફટવેરમાં જે નોનયુઝ મોડયુમ દર્શાવવામાં આવેલ છેતે મુજબ તમામ કામમગીરી કોમ્‍પ્‍યુટરાઇઝડ જ થશે. જેથી વાહન-૪ સોફટવેરમાં જે વાહન માલિકોએ બેકલોગ કરાવેલ ન હોય તેવા વાહન માલિકોએ નોનયુઝમાં દર્શાવવા માંગતા પહેલા કોમ્‍પ્‍યુટરમાં બેકલોગ એન્‍ટ્રી કરવી જરૂરી છે. જેથી વાહન નોનયુઝ દર્શાવતી વખતે કોઇ પ્રશ્ન ઉપસ્‍થિત થાય નહિ જેથી અમરેલી જિલ્લાના તમામ વાહનમાલિકોએ તેમના વાહનો વાહન-૪માં બેકલોગ સમય મર્યાદામાં કરી લેવા સહાયક પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારીશ્રી એ.આર.ટી.ઓ. કચેરી અમરેલીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યુંછે

(10:19 am IST)