Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ઉનામાં આતંક મચાવનાર સ્‍વાનને પકડી લેવા માંગણીઃ અનેકને બચકા ભર્યા

ઉના તા. ૧૫: સવારથી એક કૂતરો આતંક મચાવે છે. નાના-મોટા બાળકો તેમજ પુરૂષ - મહિલાઓને બચકા ભર્યા હતા તેમજ રસ્‍તા પર હુમલો કરતા ઇજાઓ પહોંચાડતા સરકારી હોસ્‍પિટલોમાં સારવાર અર્થે ખસેડલ હતા. એકાએક કૂતરા કરડવાના કેસો આવતા હોસ્‍પિટલ ભરચક્ક થયેલ. આ કૂતરાના આતંકથી લોકોમાં દેકારો મચી ગયેલ હતો. સ્‍વાનને પકડી લેવા લોકોએ માંગણી કરેલ છે.

 

(9:57 am IST)