Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ચલાલા ગાયત્રી પરિવાર દ્વારા ૧૯ શિક્ષકોનું સન્માન

 ચલાલા : ગાયત્રી સંસ્કાર કેન્દ્ર ખાતે અમરેલી જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાની જિલ્લા કક્ષાની શિબિર તથા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનો અને વ્યકિતઓનો સન્માન સમારોહ યોજાયો. સંસ્થાના વડા રતિદાદા, જે.વી.આચાર્ય, ગોવિંદભાઇ ગોંડલીયા, મહેન્દ્રભાઇ જોષી, બિપીનભાઇ ભરાડ, ભાનુબેન જોષી, ભારતભાઇ આચાર્ય દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. જિલ્લાના તમામ તાલુકામાંથી તાલુકા કક્ષાએ પ્રથમ આવેલ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની પરીક્ષા આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ અને દ્વિતીય આવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ તથા પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. આ વિદ્યાર્થીઓ હવે રાજ્ય કક્ષાની પરીક્ષા આપશે. સાથે અમરેલી જિલ્લાના શ્રેષ્ઠ ૧૯ શિક્ષકો અને ૧૦ શ્રેષ્ઠ વ્યકિતઓનું શિલ્ડ મોમેન્ટ ઉપવસ્ત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તે તસ્વીર.

(9:38 am IST)