Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

ધોરાજીમાં મહેન્‍દ્રભાઇ પાસે ૨.૬૨ લાખ, લલિતભાઇ પાસે ૧ લાખ, વિપુલ સખીયા પાસે ૩.૯૫ લાખની રોકડ

(કિશોર રાઠોડ દ્વારા)ધોરાજી,તા.૧૫: ધોરાજી વિધાનસભા બેઠકની ચૂંટણીના ભાજપ, કોંગ્રેસે, આપના ઉમેદવારોએ મીલ્‍કત જાહેર કરાઈ છે.

ધોરાજી વિધાન સભા ભાજપના ઉમેદવાર મહેન્‍દ્રભાઈ પાડલીયાની આર્થિક સ્‍થીતી સોગદનામામાં જાહેર કરાઈ છે જેમાં હાથ ઉપર રૂ ૨,૬૨૭૪૮ની રોકડ છે પત્‍ની પાસે રૂ ૧,૧૯,૨૯૩ સીલક છે.

જંગમ મીલ્‍કતમાં બેક ખાતામાં એફડી, થાપણો, શેર, મારૂતી સ્‍વીફટ કાર, સોના દાગીના ખેતી જમીન, મકાન, પ્‍લોટ ની બજાર મૂલ્‍ય ૨,૪૫,૨૭,૪૩૬ જાહેર કરાઈ છે કોઈ ગુનામાં સજા થયેલ નથી.

કોંગેસના ઉમેદવાર લલીતભાઈ વસોયા એ સોગદનામામાં મીલ્‍કત સ્‍થીતી જાહેર કરાઈ છે જેમાં લલીતભાઈ વસોયા પાસે રોકડ રકમ રૂ ૧,૦૧,૦૦૦, તથા પત્‍ની પાસે રૂ ૧,૧૦,૦૦૦ હાથ ઉપર રોકડ જાહેર કરાઈ છે.

લલીતભાઈ પાસે એફડી થાપણ સોના દાગીના રૂ ૯૦,૦૦૦ તથા પત્‍નીના પાસે ૪,૫૦,૦૦૦ના સોના દાગીના હોવાનુ જાહેર કરાયૂ છે જંગમ મિલ્‍કત ૪૬૦૮૧૩,૦૦ મૂલ્‍યની જાહેર કરાઈ છે. કોઈ ગુનામાં સજા થયેલ નથી.

ધોરાજી વિધાનસભા બેઠક ના આપના ઉમેદવાર વિપુલભાઈ સખીયા એ રૂ ૩,૯૫૧૫૩ રોકડ તથા પત્‍નીના પાસે રૂ ૨,૫૩,૧૮૭ રોકડ હાથ ઉપર હોવાનુ જાહેર કરાયુ છે સ્‍થાવર મિલકત જાહેર કરાઈ છે. કોઈ ગુનામાં સજા થયેલ નથી.

(1:13 pm IST)