Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

ધોરાજી-ઉપલેટાના ભાજપના ઉમેદવાર મહેન્‍દ્રભાઇ પાડલીયાએ વાજતે-ગાજતે ફોર્મ ભર્યુ

(ધર્મેન્‍દ્ર બાબરીયા-કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૧પ :.. ધોરાજી-ઉપલેટા બેઠક માટે કાલે ડે. કલેકટર કચેરી ખાતે ભાજપના ઉમેદવાર મહેન્‍દ્રભાઇ પાડલીયાએ ફોર્મ ભર્યુ હતું.
મહેન્‍દ્રભાઇ પાડલીયાએ ધોરાજી અને ઉપલેટામાં વિકાસ થાય અને વધુને વધુ લોકોને સારી સુવિધાઓ મળે તે માટે કાર્યો કરવાની ખાત્રી આપી હતી.
આ તકે રાજકોટ જીલ્લા ભાજપના પ્રમુખ મનસુખાઇ ખાચરીયા, ભાજપના અગ્રણી વિપુલભાઇ ઠેસીયા, શહેર ભાજપ પ્રમુખ વિનુભાઇ માથુકીયા, ભાજપ અગ્રણી વી. ડી. પટેલ, ધોરાજી-ઉપલેટા સીટના ઇન્‍ચાર્જ હરસુખભાઇ ટોપીયા, પ્રશાંતભાઇ કોરાટ, મનીશભાઇ ચાગેલા, પરેશભાઇ વાગડીયા, જેસુખભાઇ ઠેસીયા, હરકીશન માયાણી, નીતિન જાગાણી, આર. સી. ભુત, વિજય અંટાળા, (ભગવાન), રાજૂભાઇ બાલધા, કૈશીક વાગડીયા, મહેશ પટેલ, વિજય બાબરીયા, તુષાર સોદરવા, હરસુખ માકડીયા, નીલેશ કણસાગરા, જગદીશ ધડુક, વિરલ પનારા, લલીતભાઇ વોરા, હરેશ હેરભા, તેમજ ધોરાજી શહેર તેમજ ઉપલેટાના આગેવાનો કાર્યકર્તાઓ - હોદેદારો સહિતના લોકો હાજર રહ્યા હતાં.

 

(11:42 am IST)